Union Minister Nitin Gadkari Found Corona Positive
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • મોદી સરકારના દિગ્ગજ મંત્રી નીતિન ગડકરી પણ કોરોના પોઝિટીવ, સંસદમાં પણ ગયા હતાં

મોદી સરકારના દિગ્ગજ મંત્રી નીતિન ગડકરી પણ કોરોના પોઝિટીવ, સંસદમાં પણ ગયા હતાં

 | 11:21 pm IST

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના વાયરસ હવે ધીમે ધીમે સામાન્ય લોકો ઉપરાંત દેશના વરિષ્ઠ રાજનેતાઓને પણ પોતાના ભરડામાં લઈ રહ્યો છે. હવે મોદી સરકારના કેબિનેટ મંત્રી નીતિન ગડકરી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ગડકરીએ પોતે જ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી.

આ અગાઉ ચોમાસુ સત્ર શરૂ થયુ તેના પહેલા જ દિવસે લગભગ 30 સાંસદો કોરોના વાયરસની ઝપટમાં આવ્યા હતાં. આજે જ આંધ્ર પ્રદેશમાં તિરુપતિના સાંસદ બલ્લી દુર્ગા પ્રસાદ રાવનુ બુધવારે ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં નિધન થયુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. ગડકરીએ ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી હતી. તેમણે લખ્યુ છે કે, ગઈ કાલે મારામાં થોડી નબળાઇ દેખાતી હતી તેથી મારા ડોક્ટરની સલાહ પ્રમાણે મે ટેસ્ટ કરાવ્યો હતો. જે બાદ મારો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

મોદી સરકારના કદ્દાવર નેતાએ કરી વિનંતી

નીતિન ગડકરીએ કહ્યું હતું કે, હું સૌના આશીર્વાદ અને શુભકામનાઓ સાથે સારી કામગીરી કરી રહ્યો છું. મેં પોતાનની જાતને અલગ કરી દીધી છે. હું દરેકને વિનંતી કરું છું કે જેઓ મારા સંપર્કમાં આવ્યા છે તેઓએ સાવચેત રહેવું જોઈએ અને પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. સલામત રહો.

આ અગાઉ પણ મોદી સરકારના ઘણા મંત્રી કોરોનાથી સંક્રમિત થયા છે. ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોનાથી સાજા થઈ ગયા છે. આ ઉપરાંત થોડા દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, કૃષ્ણપાલ ગુર્જર, શ્રીપદ નાઇક, અર્જુન રામ મેઘવાલ, ગજેન્દ્રસિંહ શેખાવત સહિત ઘણા મંત્રી કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે.

આ ઉપરાંત ઘણા રાજ્યોના મુખ્યમંત્રી, ઘણા મોટા નેતા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. એક અંદાજ પ્રમાણે દેશમાં લગભગ 200થી વધારે મંત્રી અને મોટા નેતા કોરોના પોઝિટિવ થયા છે. જોકે તેમાંથી મોટાભાગના સ્વસ્થ થઈ કામ પર પરત ફર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન