વૈકેયા નાયડુ NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • વૈકેયા નાયડુ NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર

વૈકેયા નાયડુ NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર

 | 7:54 pm IST

NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગે ચાલી રહેલા ચર્ચાનો આખરે આજે સાંજે અંત આવ્યો હતો. ભાજપાની સંસદીય બોર્ડની મળેલી બેઠકમાં સર્વાનુમતિએ વૈકેયા નાયડુના નામની જાહેરાત કરાઈ હતી. બેઠક બાદ ભાજપના ઉપાધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને તેની જાહેરાત કરી હતી. બીજેપીના ઉમેદવાર વૈકેયા નાયડુ 18 જુલાઈએ પોતાનું નામાંકન કરશે. 5 ઓગસ્ટના રોજ ઈલેક્શન થશે.

ઉપરાષ્ટ્રપતિ પદ માટે પહેલેથી જ વેંકૈયા નાયડૂનું નામ ચર્ચાઈ રહ્યું હતું. આજે સાંજે મળેલી બેઠકમાં પીએમ મોદી, અધ્યક્ષ અમિત શાહ, અરૂણ જેટલી, અનંતકુમાર, વેંકૈયા નાયડૂ સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, થાવરચંદ, શિવરાજ સિંહ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં. જેમાં સર્વાનુમતિએ વૈકેયા નાયડુ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર થયા હતા. જયારે કે UPAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીને જાહેર કરવામાં આવ્યાં છે, જેઓ મંગળવારે પોતાનું ઉમેદવારી પત્રક ભરશે.

અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, એનડીએના તમામ દળોને વિશ્વાસમાં લીધા બાદ આ નિર્ણય કરાયો છે. સોમવારે દિવસભર બીજેપીના ઉમેદવારોને લઈને અટકળો ચાલી હતી. કેન્દ્રીય મંત્રી વૈકેયા નાયડુ ઉપરાંત સુષ્મા સ્વરાજથી લઈને નઝમા હેપતુલ્લા, સી વિદ્યાસાગર રાવ જેવા નામ પણ હવામાં ચાલી રહ્યા હતા.

વૈકેયા નાયડુની રાજકીય કારકિર્દી

બે વાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. બે વાર લેજેસ્લેટીવ એસેમ્બલીના મેમ્બર રહ્યાં છે. એક વાર ભાજપ પાર્ટીના ગ્રૂપના નેતા રહી ચૂક્યા છે. 4 વાર રાજ્યસભાના સદસ્ય રહ્યાં છે. તેમને 25 વર્ષનો સંસદીય કાર્યનો અનુભવ છે. તેઓ અટલ બિહારી વાજપાયીની સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રી બન્યા હતા. અને હાલ મોદી સરકારમાં અર્બન ડેવલપમેન્ટ મંત્રી છે. તેઓ બાળપણથી જ ભાજપ સાથે જોડાયેલા રહ્યા હતા. ખેડૂત પરિવારમાંથી આવેલા આ નેતાએ ભાજપમાં પાયાના કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. અમિત શાહે પત્રકાર પરિષદમાં કહ્યું કે, એનડીએના તમામ સાથીદળોએ તેમનું સ્વાગત કર્યું હતું અને સર્વાનુમતે તેમના નામ પર મહોર લાગી છે. કાલે તેઓ પોતાનું નામાંકન કરશે.

વૈકેયા નાયડુ કેન્દ્રીય મંત્રીમંડળા વરિષ્ઠ અને પાર્ટીમાં પણ શીર્ષ સ્તરના નેતા છે. દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ઈલેક્શન થવાના છે, આવામાં દક્ષિણના નાયડુને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવું તે દિશામાં લેવાયેલો નિર્ણય માનવામાં આવે છે.