Union Road Transport Minister nitin gadkari stands in queue to board flight
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • …જ્યારે ગડકરી સામાન્ય માણસની જેમ દેખાયા ફ્લાઈટની લાઈનમાં, Video Viral

…જ્યારે ગડકરી સામાન્ય માણસની જેમ દેખાયા ફ્લાઈટની લાઈનમાં, Video Viral

 | 11:36 pm IST
  • Share

  • ફ્લાઈટની લાઈનમાં ઊભા રહ્યા નીતિન ગડકરી
  • જોત જોતામાં વીડિયો થયો વાયરલ
  • ઈન્ડિગોની ફ્લાઈટ માટેની લાઈનમાં જોવા મળ્યા ગડકરી

દેશમાં ખૂબ જ ઓછા રાજનેતા છે જે તાકાત અને રૂપિયા હોવા છતાં સરળતા અને સાદગીની સાથે જીવે છે. સત્તામાં બેઠેલા રાજનેતાઓએ દેશમાં એક વીઆઈપી સંસ્કૃતિને જન્મ આપ્યો છે અને કેટલાક મોટા લોકો છે જે ન ફક્ત કાયદાનું પાલન કરે છે પણ વીઆઈપી સંસ્કૃતિને તોડે છે. તેમાં એક છે નીતિન ગડકરી. તેમનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેમાં તેઓ ઈન્ડિગોની ફ્લાઈટ માટે લાઈનમાં ઊભેલા નજરે ચઢે છે.

એક ટ્વિટર યૂઝર નવનીત મિશ્રાએ લાઈનમાં ઊભેલા ગડકરીનો વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે.જેમાં તેઓ ફ્લાઈટમાં સવાર થવા માટે રાહ જોઈ રહ્યા છે. તેઓએ વીડિયો શેર કરતાં લખ્યું કે સામાન્ય માણસની જેમ ફ્લાઈટ પકડવા માટે લાઈનમાં લાગેલા કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી. જ્યારે 17 સેકંડનો વીડિયો વાયરલ થયો ત્યારે તેને 1800 વાર રિટ્વિટ કરાયો છે. જ્યારે 10 હજારથી વધારે લાઈક્સ વીડિયોને મળ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો