unique benefits of mud therapy, try this
  • Home
  • Fashion & Beauty
  • શરીર પર માટી લગાવો, પછી જુઓ ચમત્કાર

શરીર પર માટી લગાવો, પછી જુઓ ચમત્કાર

 | 1:11 pm IST

કુદરતી ચિકિત્સામા માટીના પ્રયોગથી અનેક રોગોના નિવારણ પ્રાચીન કાળથી જ કરાતું આવ્યું છે. નવા રિસર્ચ પણ સાબિત કરી શક્યા છે કે માટી ચિકિત્સા (મડ થેરાપી) શરીરને તાજગી ભરીને જીવંત અને ઉર્જાવાન બનાવે છે. ચામડીના રોગોને દૂર કરવા માટે મડ થેરેપી બેસ્ટ ઓપ્શન છે. આ એક ઉપયોગી નેચરોપથી છે, જેના દ્વારા શરીરની અનેક બીમારીઓ દૂર કરી શકાય છે.

ખીલ જતા રહે છે
પાતળી માટી જેમ કે, મુલતાની માટીની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ખીલમાંથી રાહત મેળવી શકાય છે. તે ત્વચાને પણ ચમકાવે છે.

પાચનમાં સહાયતા
પેટના નીચેના ભાગ પર માટીનો પેક લગાવવાથી તે પાચનશક્તિ સુધારે છે. આ પ્રયોગથી આંતરડાની ગરમીને પણ દૂર કરી શકાય છે. સાથે જ આંતરડા પેરિસ્ટોસિસ પણ પેદા કરે છે. આ ઉપરાંત પેટમાં ગેસ અથવા દર્દ થાય તો રાહત મેળવવા માટે માટીને પેક લગાવવાની સલાહ આપવામાં આવે છે.

કબજિયાત
પેટમાં મડ પેક લગાવવાથી કબજિયાતવાળા આંતરડા માટે અદભૂત પ્રાકૃતિક ઉત્તેજત તરીકે કામ કરે છે.

ડાયેરિયા અને ઉલટી
ડાયેરિયા થાય તો મડ પેકને પેટમાં લગાવવું, જેથી રાહત મળશે. તો બીજી તરફ ઉલટીમાં મડ પેક છાતી પર લગાવવાથી ઉલ્ટીઓ આવવાની બંધ થઈ જશે.

ડ્રાય સ્કીન માટે
ડ્રાય સ્કીન અને માંસપેશીઓના દર્દથી તકલીફ છે, તો મડ થેરેપી કરાવો. આ થેરેપીથી તમને તરત રાહત મળશે અને તમે ફ્રેશ અનુભવશો. આ થેરેપીથી ચહેરાની સુંદરતા તો વધશે જ, સાથે જ તે એન્ટી એજિંગ તરીકે પણ કામ કરે છે.

આંખની સમસ્યાઓ
આંખ પર મડ પેક લગાવવાથી માંસપેશીઓને તો આરામ મળે જ છે, સાથે જ નેત્ર દ્રષ્ટિ વૃદ્ધિ માટે પણ ફાયદાકારક કહેવાય છે. આ ઉપરાંત નેત્ર વિકૃતિઓ જેમ કેમ નેત્રશ્લેષ્મલાશોથ તથા સ્ટાઈમાં પણ ફાયદાકારક સાબિત થયું છે.

માથાનો દુખાવો
જો તમને માથાનો દુખાવો છે, તો તે મડ થેરેપીથી દૂર થઈ જશે. ખાસ કરીને ગરમી અને આદ્ર બાહરી વાતાવરણ સાથે જોડાયેલ માથાના દુખાવામાં માથા પર મડ પેક લગાવો, તો માથા પરની ગરમી દૂર થઈ જશે. સાથે તણાવ પર દૂર થશે.