અનોખી રમતઃ સાચો કિલર કોણ? - Sandesh
  • Home
  • Kids Corner
  • અનોખી રમતઃ સાચો કિલર કોણ?

અનોખી રમતઃ સાચો કિલર કોણ?

 | 2:03 am IST

રમતગમત : રિદ્ધિ મહેશ્વરી

આ ખૂબ જ મજેદાર રમત છે. ઘરમાં બેસીને જ રમવાની આ રમત છે. પાંચ કે તેથી વધારે બાળકો આ રમતમાં ભાગ લઇ શકે છે અને માત્ર બાળકો જ નહીં પણ આ રમત મોટાને પણ રમવી ગમે તેવી છે. આજકાલ કોરોના વાઇરસને કારણે બહાર નીકળવાની સખત મનાઈ છે. માણસોએ પોતાની પર રહેલા જોખમને ધ્યાનમાં રાખીને બહાર નીકળવું પણ ન જોઇએ. ઘરમાં રહીને સ્વસ્થ અને સેફ રહેવું એ જ ઉત્તમ રસ્તો છે, ત્યારે બાળકોને થોડી અકળમાણ જરૂર થાય. આખો દિવસ ઘરમાં રહીને શું કરવું? કંટાળો આવે, એકને એક ગેમ અને એકને એક રમકડાંથી રમવાનું? ટીવી પણ કેટલું જોવું? વળી સ્કૂલોમાં તો ક્યારની રજા પડી ગઇ હોવાથી હોમવર્ક પણ ન હોય. પરીક્ષાની પણ કોઇ ચિંતા નથી એવે સમયે શું કરવું એવા અનેક પ્રશ્નો તેમના મનમાં ઉદ્ભવે ત્યારે આજે આપણે એવી ગેમ વિશે વાત કરવાની છે જે ઘરમાં બેસીને જ રમી શકાય છે અને ગમે ખૂબ મજેદાર હોવાથી રમવાની પણ મજા આવશે. વળી બાળકો આ રમતમાં પોતાનાં માતા-પિતાને પણ જોડી શકે છે.

આ ગેમ રમવા માટે સૌપ્રથમ ઘરમાં જેટલા લોકો ગેમ રમવાના હોય તેટલી ચિઠ્ઠી બનાવી લેવી. એકસરખી જ ચિઠ્ઠી બનાવવી. હવે ખાલી એક ચિઠ્ઠીમાં કિલર (KILLER) લખી નાખવું. પછી જેટલા લોકો આ ગેમ રમવાના હોય તે બધાંનાં નામ સ્કોર લખવા માટે એક ખાલી કાગળમાં લખી નાખવાં. ગેમ શરૂ કરતાં સમયે બધી જ ચિઠ્ઠીઓ ભેગી કરીને ઉછાળવી. ચિઠ્ઠી નીચે પડે એટલે એક એક ચિટને ઉઠાવી લેવી અને ખોલી ખોલીને જોઇ લેવી. જેની ચિટ ખાલી આવી હોય તેમણે કાંઈ જ નહીં કરવાનું પણ જેની ચિટમાં કિલર લખેલું આવ્યું હોય તેણે પોતાના કોઇપણ એક સાથીને બીજાને ન ખબર પડે તે રીતે ઇશારો કરીને જણાવવું કે પોતે કિલર છે. યાદ રાખો કે ઇશારો એ રીતે કરવો જે માત્ર તમે જેને ઇશારો કરતાં હોવ તેને જ સમજાય, બીજું કોઇ તે ન જાણી જાય. જે વ્યક્તિને ઇશારો કરવામાં આવ્યો હોય તે પોતાના હાથમાં રહેલી ચિટને જમીન ઉપર નાખીને મોટેથી બોલે આઇ એમ ડેડ. ત્યારબાદ જે વ્યક્તિ આઇ એમ ડેડ બોલી હોય તેની બાજુવાળી વ્યક્તિથી કિલર તેમના મતે કોણ હશે તે કહેવાની શરૂઆત કરવી. આમાં જેને ચિટમાં કિલર લખાઇને આવ્યું હોય તેણે પણ ખોટી એક્ટિંગ કરીને તેના મતે કોણ કિલર હોઇ શકે તે જણાવવું. છેલ્લે જે વ્યક્તિ ડેડ થઈ હોય તેણે સાચા કિલરનું નામ આપવું. જેણે જેણે સાચું નામ ગેસ કર્યું હોય તેને દસ પોઇન્ટ્સ મળશે. જ્યારે જેણે જેણે ખોટું નામ ગેસ કર્યું હોય તેને ઝીરો મળશે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન