This unique jewelery is getting popular among girls, you too should try
  • Home
  • Fashion & Beauty
  • છોકરીઓની વચ્ચે પોપ્યુલર થઇ રહી છે આ અનોખી જ્વેલરી, તમે પણ કરો ટ્રાય

છોકરીઓની વચ્ચે પોપ્યુલર થઇ રહી છે આ અનોખી જ્વેલરી, તમે પણ કરો ટ્રાય

 | 3:22 pm IST

ઓકસોડાઇઝ જ્વેલરી સામાન્ય રીતે સ્ટર્લિંગ ચાંદીના બનેલા હોય છે જે તમને બેસ્ટ લુક આપે છે. તેની ચમક લાંબા સમય સુધી રહે છે. આજ કારણ છે કે આજકાલ યુવતીઓ વચ્ચે તે ખૂબ પોપ્યુલર થઇ રહ્યા છે. હવે એ સમય ગયો કે જ્યારે દુલ્હન પણ સોના ચાંદીના ઘરેણાં પહેરતી હતી. હવે ઓકસોડાઇઝ અને ટ્રેડિશનલનો જમાનો છે.

– તેની કાળાશ સલ્ફરની સાથે મળીને સિલ્વર સલ્ફાઇડ બનવાના કારણે આવે છે. તમે તેને રોજિંદીની આઉટિંગ દરમિયાન પણ પહેરી શકો છો. ઇન્ડિયનથી લઇને વેસ્ટર્ન આઉટફિટ્સ સુધી આ ઘરેણા પહેરી શકાય છે. તમે સિંમ્પલ શર્ટ, ડેનિમ, અને સલવાર કૂર્તાની સાથે પણ તેને પહેરી શકો છો. આ જ્વેલરી ની સાથે તમારે એવું નહીં વિચારવું પડે કે કયા આઉટફિટ સથે તમે શુ પહેરો. સિલ્વર કલરી ઓકસોડાઇઝ જ્વેલરી પહેરીને તમે સૌથી અલદ લાગશો.

 

– ડ્રેસ અને ગાઉન્સની સાથે ઓકસોડાઇઝ ઝૂમકા અને બુટ્ટી પહેરી શકો છો. જે ખુબ સરસ લાગશે. તમે એક વખત આ ગેટઅપ ટ્રાય કરી શકો છો.

– આ જ્વેલરીની સાથે ખાસ વાત એ છે કે તમારી પાસે તે વધારે ન હોય તો ચિંતા ન કરો. તમે આ એક જ પેયરને દરેક પ્રકારના આઉટફિટ સાથે પહેરી શકો છો.

– આજકાલ કોકટેલ રિંગ્સ પણ ખૂબ ચલનમાં છે. જે ખાસ કરીને દુલ્હનોની વચ્ચે ખૂબ પોપ્યુલર થઇ રહી છે. આ રિંગની ખાસ વાત એ છે કે તે જેટલી મોટી હશે એટલી જ સારી લાગશે. આ રિંગને પહેર્યા બાદ તમે આંગળીઓમાં બીજુ કઇ પહેરવાની જરૂર નથી.

– ટ્રેડિશનલ ડ્રેસની સાથે પણ કોકટેલ રિંગ વધારે સારી લાગે છે. ખાસ કરીને આ રિંગ્સ જેમા સિલ્વર અને સ્ટોનનું કામ હોય છે જેમ સ્ટોન વાળી કોકટેલ રિંગ પણ આજકાલ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.