Unique Navratri 2021 in banaskantha dist of gujarat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અનોખી નવરાત્રિ: દેશી ઢોલના તાલે સ્ત્રી વેશમાં પુરુષોના ગરબા

અનોખી નવરાત્રિ: દેશી ઢોલના તાલે સ્ત્રી વેશમાં પુરુષોના ગરબા

 | 3:44 pm IST
  • Share

  • વડગામના જાલોત્રા ગામમાં વર્ષો જૂની પરંપરા Unique Navratri 
  • પુરુષો હાથમાં મોરપીંછ લઈને રમે છે ગરબા
  • 150 વર્ષ પહેલા શરૂ થઈ હતી પરંપરા

નવરાત્રિના (Unique Navratri) તહેવારની ઉજવણી શહેરી વિસ્તારમાં હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય લોકો ધામધૂમ પૂર્વક કરતા હોય છે. આ તહેવાર દરમ્યાન ઠેર-ઠેર ડીજે તેમજ ઑરકેસ્ટ્રાના તાલે લોકો ગરબે ઘૂમતા હોય છે. જો કે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા જલોત્રા ગામમાં અનોખી રીતે નવરાત્રિનો પર્વ મનાવાય છે.   Unique Navratri

અહીં ઠાકોર સમાજના યુવાનો દ્વારા થતી નવરાત્રિ  (Unique Navratri) આજે પણ 150 વર્ષો જૂની પરંપરા મુજબ થાય છે. જેમાં નથી હોતું કોઈ DJ કે નથી ઑરકેસ્ટ્રા. ગામના જ વૃદ્ધો ગરબા ગાય છે અને દેશી ઢોલના તાલે ગામના પુરુષો મહિલાઓનો વેશ ધારણ કરી હાથમાં મોરપીંછ રાખી ગરબે ઘૂમે છે. અહીં નવરાત્રિમાં મહિલાઓ ફક્ત બેસીને પુરુષોને ગરબે રમતા જુએ છે.

   સમય સમયનું સર્જન: સુરતમાં આગ, રેલ, દુકાળ, પ્લેગ વિશે ગરબા લખાયા હતા


આ વિશે એવું કહેવાય છે કે, 150 વર્ષ પૂર્વે જાલોત્રા ગામમાં ભારે રોગચાળો ફાટી નીકળ્યો હતો. તે સમયે ગામમાં મનુષ્ય સહિત ઢોર-ઢાંખર પણ રોગચાળામાં સપડાયાં હતાં અને ગામ પર મોટી આફત આવી ઊભી હતી. તે સમયે ગામના લોકોએ અનેક બચાવ કામગીરી હાથ ધરી, જો કે તે સમયે એક વિદ્વાન દ્વારા ગામના આ સમાજના લોકોને નવરાત્રિના તહેવારની ઉજવણી સંદર્ભે પુરુષો મહિલાઓનો વેશ ધારણ કરી ગરબે ઘુમે અને આ નવરાત્રિમાં મહિલાઓ ગરબે ઘુમે તેવું કહેવામાં આવ્યું અને તે દિવસથી જ શરૂ થઇ આ અનોખી નવરાત્રીની પરંપરા.

આ નવરાત્રિને 150 વર્ષ વીતી ગયાં છતાં પણ આ સમાજના લોકોએ આ પરંપરા હજુ પણ જાળવી રાખી છે. જો કે આ આધુનિક યુગમાં 150 વર્ષ જૂની આ અનોખી નવરાત્રી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ નવરાત્રીને જોવા ફક્ત જલોત્રા ગામના જ નહીં, પણ દૂર-દૂરના વિસ્તારોના લોકો પણ જલોત્રા ગામે આવી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો