યુનિસ્કોના વિશ્વ વિરાસતમાંનું એક સ્થળ : હમ્પી - Sandesh
  • Home
  • Supplements
  • Kids World
  • યુનિસ્કોના વિશ્વ વિરાસતમાંનું એક સ્થળ : હમ્પી

યુનિસ્કોના વિશ્વ વિરાસતમાંનું એક સ્થળ : હમ્પી

 | 1:32 am IST

ભારત દેશના કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લામાં આવેલ વિશ્વ ધરોહર સ્વરૂપે હમ્પી સ્મારક છે. હમ્પી મધ્યકાલીન હિન્દુ રાજ્ય વિજયનગર સામ્રાજ્યની રાજધાની છે. જે તુંગભદ્રાના કિનારા પર આવેલ નગર હવે હમ્પી નામથી જાણીતંુ બન્યું છે. અત્યારે આ સ્થળની વાત કરીએ તો આ સ્થળે ખંડેરો જ જોવા મળે છે. આ સ્થળ પર મળી આવેલા ખંડેરો સ્વરૂપના અવશેષ જોઇને સ્પષ્ટ થાય છે કે એક સમયે અહીં સમૃદ્ધશાળી સભ્યતા નિવાસ કરતી હતી. ભારત અને યુનિસ્કોના વિશ્વના વિરાસત સ્થળોમાં ગણતરી કરવામાં આવે છે. દર વર્ષે હજારો પરિયેટનો આ સ્થળની મુલાકાત લેવા માટે આવે છે. હમ્પી વિશાળ ફેલાયેલા ચટ્ટાનોના કિલ્લાઓમાં વિસ્તૃત છે, ઘાટીઓ અને કિલ્લાઓની વચ્ચે પાંચસોથી વધારે સ્મારક ચિન્હો છે. અહીં મંદિર, મહેલ, જુના બજાર, શાહી મંડપ, ગઢ, ચબૂતરા, રાજકોષ વગેરે અસંખ્ય ઇમારતોના અવશેષ અહીં જોવા મળે છે. હમ્પીમાં આવેલા વિઠાલા મંદિર પરિસર શ્રેષ્ઠ સ્મારકોમાં એક છે. આ પરિસરના હોલમાં મુખ્ય ૪૬ સ્તંભો આવેલા છે, હોલના પૂર્વ ભાગમાં શિલારથ છે, જે વાસ્તવમાં પથ્થરના પૈડાંથી ચાલે છે. હમ્પી નગરમાં પહેલાના સમયે રાજાઓ અનાજ અને સોનાને રૂપિયાથી તોલતા હતા અને તેને પછી ગરીબોમાં વહેંચી દેતા હતા. આ સ્થળે રાણીઓ માટે સ્નાનાગારમાં મજબૂત ઊંચી દીવાલો, છત અને કમળ આકારના ફુવારા રાખવામાં આવતા હતા. જેના અવશેષો આજે પણ જોવા મળે છે. આ મંદિરમાં સુંદર બે માળ જેવા માર્ગ ભૌમિતિક પદ્ધતિએ બનાવવામાં આવ્યા હતા, તેથી મંદિરમાં તડકો અને હવા આવજાવ કરી શકે છે. અહીં હાથીખાનાના પ્રવેશ દ્વાર અને ઘુમ્મટ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

[email protected]