Unitad Natoin adopts Afghan resolution without China's 'Belt and Road'
  • Home
  • Featured
  • UNએ ચીનનો ભાવ ના પુછતા મોટો નિર્ણય લેતા અમેરિકાના અધિકારીઓ સાથે કર્યું કંઈક આવુ

UNએ ચીનનો ભાવ ના પુછતા મોટો નિર્ણય લેતા અમેરિકાના અધિકારીઓ સાથે કર્યું કંઈક આવુ

 | 9:14 pm IST

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિએ મંગળવારે અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રના દૂતાવાસને ચાલુ રાખવા માટેનો ઠરાવ પસાર કર્યો હતો. જોકે ઠરાવમાં ચીન દ્વારા એક ટ્રિલિયન ડોલરના ખર્ચે હાથ ધરાઈ રહેલી બેલ્ટ એન્ડ રોડ યોજનાનો ઉલ્લેખ ચીનના આગ્રહ છતાં પડતો મૂકવામાં આવ્યો હતો. ઠરાવમાં તેમ છતાં પ્રાદેશિક કનેક્ટિવિટી પર ભાર તો મૂકવામાં જ આવ્યો હતો.

ચીન અને રશિયાના અધિકારીઓ ચીનના આ ફ્લેગશિપ કાર્યક્રમને ઠરાવવામાં સામેલ કરવા અમેરિકા અને અન્ય સભ્ય દેશો સમક્ષ આગ્રહ કરતા રહ્યા હતા. પરંતુ સમિતિ ચીનના આગ્રહને વશ નહોતી થઈ અને સાડા છ પાનાંના મુસદ્દામાં પણ સુધારા કરીને માત્ર અઢી પાનાંનો ઠરાવ પસાર થયો હતો. અફઘાન સુરક્ષા દળના વ્યવસાયીકરણના મુદ્દે વપરાયેલી ભાષાને પણ ઠરાવમાં બાકાત કરવામાં આવી હતી. અફઘાનિસ્તાનમાં આઇએસ સહિતના આતંકવાદી જૂથોની હાજરી અને દેશમાં હિજરત કરનારાની વધી રહેલી સંખ્યા સહિતના સુરક્ષા સંબંધી મુદ્દાઓની ભાષામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ઠરાવના મુસદ્દામાં રહેલા શાંતિ પ્રક્રિયા, માનવીય સહાય કરી રહેલા કાર્યકરો પર થઈ રહેલા હુમલા તેમ જ મહિલા અધિકારના મહત્ત્વને સમજવતા મુદ્દાઓના વિવરણ પર પણ કાપ મૂકવામાં આવ્યો હતો.

યુએન મિશન અર્થાત યુ.એન.એ.એમ.એ.ઠરાવ પસાર કરવા માટે થયેલા મતદાન પછી અમેરિકી રાજદૂત કેલી ક્રાફ્ટે જણાવ્યું હતું કે સમિતિને અફઘાન મુદ્દે નોંધપાત્ર સમર્થન પ્રાપ્ત થયું છે. બ્રિટન અને બેલ્જિયમે પણ આ મુજબનો મત જ વ્યક્ત કર્યો હતો.

ઠરાવ પસાર કરવાનો યોગ્ય સમય નથી : ચીન

ચીની રાજદૂત ઝાંગ જુને બેઇજિંગે મુકેલા પક્ષનો બચાવ કરતાં કહ્યું હતું કે અફઘાનિસ્તાન મુદ્દે વ્યાપક ઠરાવ પસાર કરવાનો આ યોગ્ય સમય નથી. યુ.એન.એ.એમ.એ.ની મૂળ ભાવના વિક્ષિપ્ત થઈ છે. યુએન ઠરાવને અફઘાનિસ્તાનના આર્થિક વિકાસ કે પ્રાદેશિક કનેક્ટિવિટી સાથે જાણે કે કોઈ નિસ્બત જ નથી. પાડોશી દેશ હોવાથી અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા આવે તેનું ચીન હિમાયતી રહ્યું છે. ચીન અફઘાનિસ્તાનના આર્થિક વિકાસ માટે આગ્રહ સેવી રહ્યું છે. ચીની સત્તાવાળાએ એમ પણ કહ્યું હતું કે ૨૮ સપ્ટેમ્બરે પ્રમુખીય ચૂંટણી યોજવા જઈ રહી હોવાથી આવો વ્યાપક ઠરાવ પસાર કરવા માટે આ યોગ્ય સમય નથી. બેઠકમાં ચીન અફઘાનિસ્તાનમાંથી વિદેશી દળોની વાપસીનું તરફદાર રહ્યું હતું પરંતુ તેના તે આગ્રહને પણ ઠરાવમાં પડતો મૂકવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન