united-nations-to-nikki-haley-resigns-us-ambassador
  • Home
  • Featured
  • ટ્રમ્પ પ્રશાસનમાં વધુ એક રાજીનામુ, UNમાં અમેરિકી એમ્બેસેડર નિક્કી હેલીએ પદ છોડ્યુ

ટ્રમ્પ પ્રશાસનમાં વધુ એક રાજીનામુ, UNમાં અમેરિકી એમ્બેસેડર નિક્કી હેલીએ પદ છોડ્યુ

 | 8:41 pm IST

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની સ્થાયી પ્રતિનિધિ નિક્કી હેલીએ પોતાના પદેથી રાજીનામુ આપ્યુ છે. જો કે હાલ કેટલો સમય તે પોતાના પદને સંભાળશે તે હજુ સ્પષ્ટ થયુ નથી. આ પહેલા વ્હાઈટ હાઉસમાં પ્રેસ સચિવ સારાહ હકબી સેન્ડર્સ તરફથી કહેવામાં આવ્યુ છે કે મૂળ

ભારતીય નિક્કી હેલી મંગળવારે સ્થાનીય સમય સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આપવામાં આવેલો વધુ એક ઝાડકો માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રપતિ ટ્રમ્પની નજીકના લોકોના રાજીનામા પડી રહેવાનો સિલસિલો યથાવત છે.

સપ્ટેમ્બરમાં ટ્રમ્પને દેશ માટે શર્મનાક બતાવનાર એક પ્રતિષ્ઠિત એડમિરલ વિલિયમ મૈકરાવેને રક્ષા મંત્રાલય સલાહકાર નિકાયે પણ રાજીનામુ આપ્યુ હતુ. મૈકરાવેને ઓગસ્ટમાં ડિફેન્સ ઈનોવેશન બોર્ડથી પણ રાજીનામુ ધરી દીધુ હતુ. તેમણે 2014માં પાકિસ્તાનમાં વિશેષ અભિયાન ચલાવી અલ-કાયદાની ઓસામા બીન લાદેનને મારનાર સ્પેશિયલ ફોર્સનું સંચાલન કર્યુ હતુ.