બાળકીએ કેમ ચાલતી કારમાંથી માર્યો કુદકો, જાણવા માટે જુઓ VIDEO - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • બાળકીએ કેમ ચાલતી કારમાંથી માર્યો કુદકો, જાણવા માટે જુઓ VIDEO

બાળકીએ કેમ ચાલતી કારમાંથી માર્યો કુદકો, જાણવા માટે જુઓ VIDEO

 | 12:46 pm IST

અમેરિકામાં કારને ગેસ પંપ પરથી ચોરી કરવાની એક ઘટના બની છે. તે સમયે 11 વર્ષની એક બાળકી કારની અંદર બેઠી હતી. કાર જેવી આગળ વધી તો બાળકી કારથી બહાર કુદી ગઇ. આ ઘટનામાં કોઇને ઇજા થઇ નથી. માર્ક બીસેનલી ગેસ પુરાવા માટે કારથી ઉતર્યા હતા. તે સમયે કાર ઓન હતી. કારની પાછલી સીટ પર તેમની 11 વર્ષની દીકરી કાયલા કારનો દરવાજો લોક કરીને બેઠી હતી. અચાનક એક વ્યક્તિ આવી કારની અંદરની કુદી ગઇ અને કારને તફડાવીને હંકારી ગયો. ઓરોરા પોલીસ વિભાગે આ વીડિયો ફેસબુક પર પોસ્ટ
કરેલ છે. તેમજ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.