Kheda Rainfall, Vaso 6 inch Rain
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ખેડામાં સાર્વત્રિક વરસાદ: વસોમાં 6 ઈંચ, માતર અને મહેમદાવાદમાં 3 ઈંચ

ખેડામાં સાર્વત્રિક વરસાદ: વસોમાં 6 ઈંચ, માતર અને મહેમદાવાદમાં 3 ઈંચ

 | 6:31 pm IST

ખેડા જિલ્લામાં આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન કુલ 515 મી.મી.વરસાદ નોંધાયો છે. જિલ્લામાં મોસમનો કુલ 2046 મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ગઈકાલે વસોમાં 6 ઈંચ, માતર – મહેમદાવાદમાં 3 ઈંચ, અને ખેડા – નડિયાદમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

કલેકટર કચેરી ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટરના જણા્વ્યા મુજબ નડિયાદમાં 62 મીમી, માતરમાં 80 મીમી, ખેડામાં 60 મીમી, મહેમદાવાદમાં 90 મીમી, મહુધામાં 03 મીમી, કઠલાલમાં 42 મીમી, કપડવંજમાં 02 મીમી, વસોમાં 159 મીમી, ગળતેશ્વરમાં 15 મીમી અને ઠાસરામાં 02 મીમી વરસાદ નોંધાયો છે.

જ્યારે મોસમનો કુલ વરસાદ અનુક્રમે નડિયાદમાં 257 મીમી, માતરમાં 180 મીમી, ખેડામાં 145 મીમી, મહેમદાવાદમાં 90 મીમી, મહુધામાં 195 મીમી, કઠલાલમાં 172 મીમી, કપડવંજમાં 225 મીમી, વસોમાં 353 મીમી, ગળતેશ્વરમાં 220 મીમી અને ઠાસરામાં 130 મીમી નોંધાયો છે. જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ વસો તાલુકામાં 353 મીમી જ્યારે સૌથી ઓછો વરસાદ 130 મીમી ઠાસરા તાલુકામાં નોંધાયો છે.