NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સાર્વત્રિક સુધારામાં બજાર બે માસની ઊંચાઇએ

સાર્વત્રિક સુધારામાં બજાર બે માસની ઊંચાઇએ

 | 3:57 am IST

મુંબઈ, તા.૧૧

વૈશ્વિક બજારોમાં સુધારાને પગલે ગઈકાલે ભારતીય ઇક્વિટી માર્કેટમાં જમ્પ જોવા મળ્યો હતો. સતત બીજા દિવસે બજાર વધી હતી. માર્કેટ છેલ્લા બે મહિનાના ઊંચા લેવલે પહોંચી હતી. મુંબઈ શેરબજારના બધા જ ૧૯ સેક્ટરલ ઇન્ડાઇસિસ વધ્યા હતા. સેન્સેક્સ ૨૭,૦૦૦ અને નિફટી ૮,૩૫૦ના લેવલની ઉપર બંધ આવ્યા હતા. ઇન્ડસઇન્ડ બેન્ક અને સાઉથ ઉન્ડિયન બેન્કની થર્ડ ક્વાર્ટરની કામગીરી બજારની અપેક્ષા કરતાં સારી આવી છે તેમજ એસેટ ક્વોલિટીમાં પણ સુધારો થયો છે. એને પગલે ગઈકાલે બેન્કેક્સમાં મોટો જમ્પ જોવા મળ્યો હતો.

સેન્સેક્સ મંગળવારના ૨૬,૮૯૯.૫૬ ના બંધ સામે ગઈકાલે ૨૬,૯૭૮.૪૪ ખુલ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ વધીને ઊંચામાં ૨૭,૧૭૪.૮૭ અને ઘટીને નીચામાં ૨૬,૯૭૮.૪૪ ના લેવલે પહોંચ્યો હતો. છેલ્લે ૨૪૦.૮૫ વધીને ૨૭,૧૪૦.૪૧ બંધ રહ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સ ૧૭૦.૦૨ વધીને ૧૨,૬૧૮.૫૮ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૧૨૩.૪૦ વધીને ૧૨,૭૦૬.૭૫ બંધ રહ્યો હતો. નો નિફટી મંગળવારના ૮,૨૮૮.૬૦ના બંધ સામે ગઈકાલે ૮,૩૨૭.૮૦ ખુલ્યો હતો. દિવસ દરમિયાન વધીને ઊંચામાં ૮,૩૮૯ અને ઘટીને નીચામાં ૮,૩૨૨.૨૫ ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લે ૯૨ વધીને ૮,૩૮૦.૬૫ બંધ હતો.

બેન્કિંગ, મેટલમાં ઉછાળો

મુંબઈ શેરબજારના સેક્ટરલ ઇન્ડાઇસીસમાંથી બેન્કેક્સ સૌથી વધુ ૫૦૫.૭૨ વધીને ૨૧,૫૪૨.૧૬ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિસ્ટ બધી જ ૧૦ બેન્કોના ભાવ વધ્યા હતા. ઇન્ડસઇન્ડ બેન્કનો ભાવ સૌથી વધુ ૬.૧૬ ટકા વધીને ૧,૨૩૩.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. બેન્ક ઓફ બરોડાનો ભાવ ૪.૫૫ ટકા, યસ બેન્કનો ૪.૩૮ ટકા અને ફેડરલ બેન્કનો ભાવ ૩.૭૨ ટકા વધ્યો હતો. મેટલ ઇન્ડેક્સ ૪૭૫.૩૮ વધીને ૧૧,૨૨૮.૫૪ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિસ્ટ બધી જ ૧૦ કંપનીઓના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. જિન્દાલ સ્ટીલનો ભાવ સૌથી વધુ ૯.૪૨ ટકા વધીને ૮૧.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. હિન્ડાલ્કોનો ભાવ ૬.૨૭ ટકા, નાલ્કોનો ૬.૧૮ ટકા અને સેઈલનો ભાવ ૬.૧૫ ટકા વધ્યો હતો.

ઓટો ઇન્ડેક્સ ૨૦૨.૨૦ વધીને ૨૧,૪૬૫.૬૪ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિસ્ટ ૧૩ કંપનીમાંથી ૧૨ના ભાવ વધ્યા હતા. એમઆરએફનો ભાવ સૌથી વધુ ૪.૪૧ ટકા વધીને ૫૫,૩૪૦.૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. ભારત ફોર્જ ૨.૨૪ ટકા, એક્સાઇઝનો ભાવ ૧.૮૬ ટકા વધ્યો હતો.કેપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ ૧૯૭.૮૮ વધીને ૧૪,૪૨૩ બંધ  હતો. આ ઇન્ડેક્સમાં સમાવિસ્ટ ૨૬ કંપનીમાંથી ૨૧ના ભાવમાં વૃધ્ધિ થઈ હતી. બીઈએમએલનો ભાવ સૌથી વધુ ૪.૧૩ ટકા વધીને ૧,૨૧૮.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. કાર્બોરેન્ડ્મ યુનિવર્સલનો ભાવ ૪.૦૭ ટકા, થર્મેક્સનો ૩.૦૧ ટકા, મહિન્દ્ર સીઆઈઈનો ભાવ ૩.૦૧ ટકા વધ્યો હતો. હેલ્થકેર ઇન્ડેક્સ ૧૧૩.૬૯ વધી ૧૫,૧૨૩.૨૩ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિસ્ટ ૬૯ કંપનીમાંથી ૪૩ના ભાવ વધ્યા હતા. વિવિમેડ લેબ્સ સૌથી વધુ ૬.૭૬ ટકા વધીને ૧૦૪.૩૦ બંધ હતો.

ટાયર સ્ટોક ફુલ સ્પીડમાં

ઓટો કંપનીઓનો સેલ્સ ગ્રોથ ૧૬ વર્ષને તળિયે જવા છતાં પણ આજે ટાયર સ્ટોક ફૂડ સ્પિડમાં રહ્યાં હતા. જેમાં  એમઆરએફ ૪.૪ ટકા કે રૂ.ર૩૩૯ની તેજીમાં રૂ.પપ૩૪૦નો બંધ આવતા  પહેલાં રૂ.પપ૪૮૦ નજીકની વિક્રમી સપાટીએ ગયો હતો. એપોલો  ટાયર્સ ત્રણ ગણા વધારામાં એક ટકો વધીને રૂ.૧૯૭, સિએટ લિમિટેડ  સવા ટકા નજીકના સુધારામાં રૂ.૧ર૩૧, ગુડયર ઈન્ડિયા બમણા  કામકાજમાં સવા ટકો વધીને રૂ.૭૪૪, બાલક્રિશ્ન ઈન્ડસ્ટ્રીઝ સવા ટકાના  સુધારામાં રૂ.૧૧૦૧, જેકે ટાયર્સ સવા ત્રણ ટકાના ઉછાળે રૂ.૧રપ,  પીટીએલ એન્ટરપ્રાઈસિસ અઢી ટકા વધીને રૂ.૧૪૩, ક્રિપ્ટોન ઈન્ડસ્ટ્રીઝ અઢી  ટકા વધી રૂ.૧પ બંધ હતા.

બેન્કિંગ શેર બુલરનમાં

આજે સેન્ટ્રલ બેન્કના અપવાદરૂપ સાધારણ ઘટાડાને બાદ કરતાં બેન્કિંગ ઉદ્યોગના ૪૧ બુલરનમાં જણાતા હતા. બેન્કેક્સ અને બેંક નિફ્ટી તમામ શેરની  આગેકૂચ સાથે સવા બે ટકાથી વધુની તેજીમાં બંધ હતા. બેન્ક  નિફ્ટી પોઈન્ટની રીતે ૪ર૦ની તેજી રહી હતી. ઈન્ડ્સ ઈન્ડ બેંક ધારણા  કરતા તગડા દેખાવના પગલે ચાર ગણા કામકાજમાં રૂ.૧ર૪૦ની  ઈન્ટ્રા-ડે ટોપ બતાવી છેલ્લે છ ટકાથી વધુના જમ્પમાં રૂ.૧ર૩૩ બંધ  હતો. સેન્સેક્સ ખાતે એચડીએફસી બેંક ૧.૭ ટકા, આઈસીઆઈસીઆઈ બેંક  ૧.૮ ટકા, સ્ટેટ બેંક ૧.૬ ટકા અને એક્સિસ બેંક ૧.૪ ટકા વધીનેઆવતાં  બજારને કુલ મળીને લગભગ ૧૦૦ પોઈન્ટનો ફાયદો થયો હતો.  યુનિયન બેંક સવા સાત ટકા, ધનલક્ષ્મી બેંક પોણા છ ટકા, ઈન્ડિયન  બેંક પ.૭ ટકા, બેંક ઓફ બરોડા, સાગ ચાર ટકા, લક્ષ્મી વિલાસ બેંક  ૪.૪ ટકા, યસ બેંક ૪.૪ ટકા ઓબીસી ૩.૯ ટકા, ફેડરલ બેંક પોણા ચાર  ટકા, પીએનબી સાડા ત્રણ ટકા અપ હતા.

1