University of Oxford Announces Positive News About COVID-19 Vaccination Trials
  • Home
  • Featured
  • કોરોના વેક્સીન પર ઓક્સફર્ડમાંથી ગુડ ન્યૂઝ, આ NRIએ કહ્યું કે…

કોરોના વેક્સીન પર ઓક્સફર્ડમાંથી ગુડ ન્યૂઝ, આ NRIએ કહ્યું કે…

 | 1:57 pm IST

કોવિડ-19 વેક્સીન બનાવા માટે આખી દુનિયામાં રિસર્ચ પ્રોગ્રામ અને સપ્લાય ચેન્સ સેટઅપ કરાયા છે. ભારત સહિત ઓછામાં ઓછા સાત દેશોમાં વેક્સીન કેન્ડિડેટ્સનું હ્યુમન ટ્રાયલ પૂરું થઇ રહ્યું છે. વેક્સીન બનાવાને લઇ જે રેસ ચાલી રહી છે તેમાં હાલ બ્રિટન, ચીન, અમેરિકા, અને રૂસ સૌથી આગળ છે. આ દેશોમાં અલગ-અલગ વેક્સીનનું વ્યક્તિઓ પર ટ્રાયલ એડવાન્સડ સ્ટેજમાં પહોંચી ચૂકયું છે. વિકસિત દેશોએ કેટલીય મોટી ફાર્મી કંપનીઓ સાથે મોટાપાયા પર વેક્સીન બનાવા માટે સોદાબાજી પણ શરૂ કરી દીધી છે. આથી બાકી દેશોમાં વેક્સીન ઉપલબ્ધ થઇ શકે કે નહીં તેને લઇ સંશયની સ્થિતિ બની ગઇ છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીને આપ્યું શ્રેષ્ઠ પરિણામ

ઓક્સફર્ડ યુનિવર્સિટી અને AstraZeneca એ AZD1222 નામની જે વેક્સીન તૈયાર કરી છે તે ડેવલપમેન્ટમાં સૌથી એડવાન્સડ મનાય છે. આ અંગે વેક્સીનના ટ્રાયલમાં સામેલ ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક દીપક પાલીવાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે. પાલીવાલે કહ્યું કે વેક્સીન કોરોનાની વિરૂદ્ધ ચોક્કસ અસર કરશે. તેમણે કહ્યું કે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ પણ કહ્યું છે કે તેમની આશા કરતાં બમણું પરિણામ આવ્યું છે. તેમણે હકીકતમાં શ્રેષ્ઠ રિઝલ્ટ મળ્યું છે. પાલીવાલે કહ્યું કે તમામ વોલેન્ટિયર્સને એક નંબર આપ્યો છે જેથી કરીને કોઇ પરેશાન થાય તો રિસર્ચર્સને બતાવી શકે.

બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને AstraZenecaએ મળીને જે વેક્સીન બનાવી છે તેની શરૂઆતનું હ્યુમન ટ્રાયલ પૂરું થઇ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન