‘તમે બેઠકમાં કેમ આવ્યા’ તેવો પ્રશ્ન નારણ લલ્લુને કરતાં થયો ભડકો, ઉંઝામાં શાબ્દિક યુદ્ધ શરૂ

સંગઠન મહાપર્વ નિમિત્તે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલી મિટિંગમાં ભાજપના જે બે નેતાઓ ઊંઝાના ધારાસભ્ય આશાબહેન અને પૂર્વ ધારાસભ્ય નારણકાકા વચ્ચે તૂ..તૂ..મૈં મૈં થઈ હોવાની ઘટનાના સાક્ષી ખુદ ભાજપના જ નેતા બન્યા હતા.
જો કે કાર્યકરોની હાજરીમાં થયેલી બોલાચાલી બાદ આશાબહેનને કાર્યકરોએ વાળીને રવાના કર્યા હતા. જ્યારે કાકાએ આ અંગે ભાજપના ઉચ્ચ નેતાઓને ફરિયાદ કરી હોવાનું જાણવા મળે છે.
સોમવારના રોજ મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે સંગઠન મહાપર્વની ઉજવણીના ભાગરૂપે મળેલી એક મિટિંગ બાદ ઊંઝાના ધારાસભ્ય આશાબહેન અને પૂર્વ ધારાસભ્ય નારણકાકા વચ્ચે અનબન તેમજ તૂ તૂ મૈં મૈં સર્જાઈ હોવાના સાક્ષી ખુદ ભાજપના જ નેતા બન્યા હતા.
ભાજપના જ બંને નેતાઓે વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીને પગલે ઉપસ્થિત કાર્યકરોએ બંને નેતાઓને એમાંય ખાસ કરીને ધારાસભ્ય આશાબહેનને વાળીને શાંત પાડીને રવાના કર્યા હતા જ્યારે પોતાની સાથે બનેલી ઘટનાને લઈ નારણકાકાએ ભાજપના ઉચ્ચ નેતાઓને આ અંગે ફરિયાદ કરી હોવાનું ભાજપના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન