ઊંઝા, તલાલા બેઠકોની સાથે જ ધ્રાંગધ્રા તથા માણાવદર વિધાનસભા ચૂંટણીની જાહેરાત - Sandesh
  • Home
  • Ahmedabad
  • ઊંઝા, તલાલા બેઠકોની સાથે જ ધ્રાંગધ્રા તથા માણાવદર વિધાનસભા ચૂંટણીની જાહેરાત

ઊંઝા, તલાલા બેઠકોની સાથે જ ધ્રાંગધ્રા તથા માણાવદર વિધાનસભા ચૂંટણીની જાહેરાત

 | 8:23 pm IST

રાજ્યમાં ઊંઝા અને તલાલા બેઠકોની સાથે જ ધ્રાંગધ્રા તથા માણાવદર વિધાનસભા બેઠકોની પણ પેટા ચૂંટણી યોજવાની કેન્દ્રીય ચૂંટણી પંચે આખરે જાહેરાત કરી છે. ધ્રાંગધ્રા અને માણાવદરના ધારાસભ્યોના રાજીનામા ચૂંટણી પંચે નક્કી કરેલી કટ ઓફ ડેટ 9મી માર્ચે આવી ગયા હતા, પરંતુ આ બે રાજીનામા પંચની દિલ્હી ઓફિસે એ જ દિવસે પહોંચ્યા નહીં હોવાનું ચૂંટણી પંચની રાજ્ય ઓફિસે ચૂંટણીની જાહેરાતના દિવસે જણાવ્યું હતું.

ધ્રાંગધ્રા બેઠક અને માણાવદર બેઠક કોંગી ધારાસભ્યો પરસોત્તમ સાબરિયા તથા જવાહર ચાવડાના રાજીનામાના પગલે ખાલી પડી છે. જ્યારે કોંગી ધારાસભ્ય આશા પટેલના રાજીનામાથી તથા કોંગી ધારાસભ્ય ભગવાન બારડને સ્પીકર દ્વારા ડિસ્કવોલિફાય કરવાથી ઊંઝા તથા તલાલા બેઠકો ખાલી પડેલી છે.

આ ચારેય વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે લોકસભાની ચૂંટણીની માફક જ ૨૩મી એપ્રિલે મતદાન યોજાશે, જેના માટે ઉમેદવારો 28 માર્ચથી 4 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકશે અને 8મી એપ્રિલે ઉમેદવારીપત્ર પાછા ખેંચી શકાશે.

દરમિયાન કોંગ્રેસ દ્વારા માણાવદર અને ધ્રાંગધ્રા માટે ઉમેદવારોની શોધ શરૂ થઇ ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન