ઉંઝા ઉમિયાધામ પ્રમુખે કહ્યું એવું કે હાર્દિક છાવણીમાં પડી જશે સોપો - Sandesh
  • Home
  • Ahmedabad
  • ઉંઝા ઉમિયાધામ પ્રમુખે કહ્યું એવું કે હાર્દિક છાવણીમાં પડી જશે સોપો

ઉંઝા ઉમિયાધામ પ્રમુખે કહ્યું એવું કે હાર્દિક છાવણીમાં પડી જશે સોપો

 | 9:16 pm IST

+
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સરકાર માટે માથાનો દુઃખાવો બની ગયેલા આંદોલનને ઠેકાણે પાડવા પ્રયત્ન કરાયા પછી હવે આ આંદોલન જ રહ્યું નથી તેમ જાહેરાત કરવામાં આવી હતી. આમછતાં આંદોલન વિશે સોમવારે કડવા પાટીદાર ટ્રસ્ટ દ્વારા અનામત આંદોલનને ટેકો જાહેર કરાયા પછી આજે ઉંઝા ઉમિયાધામ ટ્રસ્ટના પ્રમુખ વિક્રમભાઈએ નિવેદન કહ્યું હતું કે આ ચૂંટણીમાં અમારું કોઈ સ્ટેન્ડ નહિં રહે.

પાટીદારો માટે આદર્શ ગણાતા સ્થાન ઉમિયાધામ ટ્રસ્ટના પ્રમુખ વિક્રમભાઈ પટેલે સંદેશ સાથે ચર્ચા કરી અનેક પાસાઓ વિશે ખુલ્લા મને ચર્ચા કરી હતી. તેમણે સરકાર અને અનામત મુદ્દે ખુલીને ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે પાટીદાર અનામતનો લાભ પાટીદારોને જ નહિં, તમામ સમાજને લાભ મળવા જોઈએ. સરકાર તરફથી તમામને સરખા લાભ મળવા જોઈએ.

તેમણે વધુંમાં કહ્યું હતું કે આ મામલે નીતિન પટેલ સાથે અમારી મીટિંગ થઈ હતી. આ ચૂંટણીમાં અમારું કોઈ સ્ટેન્ડ નહિં રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન