ઊંઝા-વિસનગર, કલોલમાંથી પોલીસે રેડ કરી જુગારીઓને ઝડપી પાડયા   - Sandesh
  • Home
  • Mehsana
  • ઊંઝા-વિસનગર, કલોલમાંથી પોલીસે રેડ કરી જુગારીઓને ઝડપી પાડયા  

ઊંઝા-વિસનગર, કલોલમાંથી પોલીસે રેડ કરી જુગારીઓને ઝડપી પાડયા  

 | 2:57 am IST

। ઊંઝા, કલોલ, વિસનગર ।

મહેસાણા જિલ્લામાં એકબાજુ જનસમાજ કૃષ્ણ ભગવાનના પ્રાગટયોત્સવ ઉજવવામાં મશગુલ હતા, ત્યારે તહેવારના બહાને કેટલાક તત્વો જુગાર રમવા બેસ્યા હતા. પોલીસે વિવિધ સ્થળે દરોડા પાડી જુગારીઓને ઝડપ્યા હતા. ઊંઝા, કામલી અને વણાગલા ગામમાં સાતમ અને આઠમના દિવસે  પોલીસે રેડ કરતા  કુલ ૨૩ જુગારીઓ ઝડપાયા હતા તથા ૫૮,૪૫૦નો મુદ્દામાલ ઝડપાયો  હતો. જ્યારે કલોલમાં ત્રણ સ્થળેથી કુલ ૨૦ જુગારીઓને ઝડપ્યા હતા. જ્યારે વિસનગરમાંથી કુલ ૧૫ જુગારીઓ ઝડપાયા હતા. વિસનગરમાં કમાણા રોડ પરથી ૧૧ અને કોહીનુર કોમ્પલેક્ષની પાછળથી જુગાર રમતા ચાર જુગારી ઝડપાયા હતા.

ઊંઝા શહેર, કામલી અને વણાગલા ગામે મોટું જુગારધામ ઝડપાયું હતું. ઊંઝા પોલીસે ઊમિયા માતાજીના મંદિરની પાછળ આવેલ રઘુવીર સોસાયટીમાં મકાન નં. ૪૭ના મેડા ઉપર રેડ કરતા તીનપત્તીનો જુગાર રમતા ૧૦ જણાને ઝડપી પાડયા હતા. બીજી બાજુ કામલી જવાના રોડ પર આવેલ એક છાપરામાં પણ રેડ કરતા ૮ જુગારીઓ ઝડપાયા હતા અને ઉનાવા પોલીસે પણ વણાગલા ગામે ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ ખુલ્લા ઓટલા પર જાહેરમાં જુગાર રમતા ૫ જુગારીઓ ઝડપાયા હતા. તાલુકાના ગામડાંઓ અનેક

જગ્યાએ જુગાર રમાતો હોય છે સામાન્ય રીતે ઊંઝા તાલુકામાં ઓછામાં ઓછા ૫૦ જુગારના કેસ થાય તેટલો જુગાર રમાય છે એ ખાનગી જગ્યાએ રમાતા હોય છે.

ઊંઝામાંથી પકડાયેલ જુગારીઓના નામ  

(૧) પટેલ અલ્પેશકુમાર મહેન્દ્રભાઈ માધવલાલ (૨) પટેલ અલ્પેશકુમાર પ્રહેલાદભાઈ છગનભાઈ (૩) પટેલ ધમેશકુમાર ભગુભાઈ અંબાલાલ (૪) પટેલ વિરેન્દ્રકુમાર કાંતિલાલ હીરદાસ (૫) પટેલ દર્શનકુમાર કમલેશભાઈ બેચરદાસ (૬) હિતેશકુમાર અશ્વિનભાઈ ઇશ્વરલાલ (૭) પટેલ સ્મિતકુમાર પરેશભાઈ શંકરલાલ (૮) પટેલ બ્રિજેશકુમાર પ્રહેલાદભાઈ છગનલાલ (૯) પટેલ હીતકુમાર દિનેશભાઈ સીતારામભાઈ (૧૦) પટેલ કમલેશભાઈ બેચરભાઈ માધવદાસ રહે. તમામ ઊંઝા (૧૧) ઠાકોર કિરણજી જાધવજી શિવાજી રહે. ઊંઝા કિયાદરના ખાંચામાં (૧૨) ઠાકોર ગણપતજી સવજીજી દાનસંગજી રહે. બાલાજી સોસાયટી, ઊંઝા (૧૩) ઠાકોર મહેશજી સામતાજી બાવાજી રહે. સતી માતાના મંદિર પાસે, ઊંઝા (૧૪) ઠાકોર જયંતીજી વશરામજી જેઠાજી રહે. સરદાર સોસાયટી, ઊંઝા (૧૫) સોલંકી પરાગભાઈ ઉર્ફે સુરેશભાઈ ધરમશીભાઈ સગરામભાઈ રહે. ઊંઝા (૧૬) સોલંકી મનુભાઈ ધરમશીભાઈ સગરામભાઈ રહે. શિવકૃપા સોસાયટી પાછળ, ઊંઝા (૧૭) ચૌધરી રઘુભાઈ ગંગારામભાઈ કાનાભાઈ માધપુરા, તા. સુઈગામ, (૧૭) ઠાકોર પ્રતાપજી પોપટજી જાનાજી રહે. કામલી રોડ, ઊંઝા (૧૯) ચૌધરી અમરતભાઈ બાબુભાઈ (૨૦) ચૌધરી દિનેશભાઈ પ્રતાપભાઈ (૨૧) ચૌધરી દિનેશભાઈ વિરાભાઈ (૨૨) ચૌધરી રાજેશભાઈ હેમરાજભાઈ (૨૩) ચૌધરી સુરેશભાઈ વિરાભાઈ રહે. તમામ ભટોરવાસ, વણાગલા.

કલોલના સોપાન ફલેટમાંથી ર૩૯પ૦ની રોકડ સાથે ૬ જુગારી ઝડપાયા   

કલોલમાં જુદા-જુદા ત્રણ સ્થળેથી પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૧પ જુગારીઓને ઝડપી લીધા હતા પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૂ. કબજે કર્યા હતા. સોપાનમાં દરોડો પાડી પોલીસે ૬ જુગારી ઝડપી લીધા હતા તેમજ જુના ચોરામાં દરોડો પાડી ૯ જુગારીઓ પકડી પાડયા હતા. ગત રોજ શહેર પોલીસને બાતમી મળી હતી કે ગાયત્રી મંદિર પાસે આવેલ સોપાન ટુ માં રહેતો પિયુષકુમાર હરગોવનભાઈ પટેલ પોતાના ફલેટ પ૦૧માં મિત્રો સાથે જુગાર રમાડી રહયો છે. પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૬ શખસોને ઝડપી લીધા હતા, જુગારીઓ પાસેથી રોકડા રૂ. ર૩૯પ૦ કબજે કર્યા હતા અને જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જુગારના એક અન્ય દરોડામાં જુના ચોરા પાસે આવેલ વ્યાસની ખડકીના નાકે ખુલ્લી જગ્યામાં પોલીસે દરોડો પાડી પોલીસે સ્થળ પરથી જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી લીધા હતા. જુગારીઓ પાસેથી રોકડા રૂ. ૭ર૭૦ જપ્ત કરી જુગારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે કલોલના મોટી ભોયણમાં ર૧ હજારની મત્તા સાથે પાંચ જુગારી ઝડપાયાહતા. કલોલના વડસરથી મોટી ભોયણ જતા રસ્તા પર કરૂણાસાગર  રોડ લાઈન્સ પાસે ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી પાંચ શખસોને ઝબ્બે કરી લીધા હતા. મોટી ભોયણ  ગામની સીમમાં વડસરથી મોટી ભોયણ જતા રસ્તા પર કરૂણા સાગર  રોડ લાઈન્સની પાછળ ખુલ્લી જગ્યામાં પોલીસે દરોડો પાડી અત્રે જુગાર રમતા ભગુ રામજી બડાઈ પટેલ,  જયપાલસિંહ હવાલદારસિંહ પરમાર, તથા વિનોદકુમાર કલ્યાણસિંહ  સિકરવા, શ્યામસિંગ રામવતાર પઢીયાર અને રામહેરસિંગ શોરબસિંગ  સિકરવા ને ઝડપી લીધા હતા પોલીસે તેમની પાસેથી જુગાર  રમવાના પાના પત્તા તેમજ રોકડા રૂ. ર૧ ૧૦૦ જપ્ત કરી જુગારીઓ  સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોક્ષ મેટર : સોપાન – ર માંથી પકડાયેલા જુગારીઓના નામ  

(૧) પિયુષકુમાર હરગોવનભાઈ પટેલ, (ર) અલ્પેશભાઈ પોપટભાઈ પટેલ, (૩) ચિરાગ પ્રવિણભાઈ પ્રજાપતિ, (૪) જૈનિક કનુભાઈ દરજી, (પ) પિયુષભાઈ અમૃતભાઈ દરજી, (૬) મૌલિક અરવિંદભાઈ પટેલ (તમામ-રહે. સોપાન-ર, ગાયત્રી મંદિર પાસે, કલોલ)

બોક્ષ – જુના ચોરા પાસેથી પકડાયેલા જુગારીઓના નામ  

(૧) મીત નરેન્દ્રભાઈ વ્યાસ, (ર) ચિરાગ ધનજીભાઈ વ્યાસ, (૩) ભાવિનભાઈ ગણપતભાઈ વ્યાસ, (૪) પારસ પોપટભાઈ પટેલ,   (પ) પરેશભાઈ જગદીશભાઈ ધોબી, (૬) કલ્પેશભાઈ અમરતભાઈ પંચાલ, (૭) મિત દિનેશભાઈ પટેલ, (૮) આનંદભાઈ ધનજીભાઈ વ્યાસ, (૯) ગણપતભાઈ બેચરદાસ વ્યાસ, (તમામ-રહે. જુના ચોરા, ગંજી વાસ, કલોલ)

બોક્ષ- વિસનગરમાં કમાણા રોડ પરથી ૧૧ જુગારીઓ ઝડપાયા

વિસનગર શહેર પોલીસે શહેરના કમાણા રોડ ઉપર આવેલ આદર્શનગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડયા હતા. પટેલ કેતન જગદીશભાઈ, કડીયા દિપક ગોવિંદભાઈ અને પટેલ ઋત્વિક પંકજભાઈ નામના શખ્સોને પોલીસે ઝડપી લઈ રૂપિયા ૨૩,૬૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે વિક્ટર્સ સ્કુલની પાછળ આવેલા ફાર્મમાં પોલીસે રેડ કરી ૮ જુગારીઓને ઝડપી પાડયા હતા. ઠાકોર અરવિંદજી ગુલાબજી કુંવરજી, હરિજી મલાજી સદાજી ઠાકોર, રઘાજી સબાજી ઠાકોર, ગેમરજી જવાનજી ઠાકોર, દિપકજી ગોપાળજી ઠાકોર, કમલેશ ઉર્ફે ગાંગાજી રમેશજી ઠાકોર, દશરથજી સોમાજી ઠાકોર અને પ્રકાશજી વિકાજી ઠાકોર રૂપિયા ૪૬,૧૬૦ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બોક્ષ : કોહીનુર કોમ્પલેક્ષની પાછળથી જુગાર રમતા ચાર જુગારી ઝડપાયા

વિસનગર શહેરના ખેરાલુ રોડ ઉપર આવેલ કોહીનુર  કોમ્પલેક્ષની સીડીઓની પાછળ જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓ  ઝડપાઈ ગયા હતા. વિસનગર ગંજ બજાર પાછળ આવેલ કોહીનુર કોમ્પલેક્ષની  સીડીઓની પાછળ જુગાર રમતા બજાણીયા હરેશ નાથાભાઈ  રામચંદભાઈ, નાયી અનિલ શિવરામભાઈ માંણકાભાઈ, બ્રાહ્મણ વિરૂભાઈ  વસ્તાભાઈ ખેમાભાઈ અને બ્રાહ્મણ વિરૂભાઈ ખેમાભાઈ ઝડપાઈ ગયા  હતા. પોલીસે રૂપિયા ૪૬૨૦ રોડકા તથા જુગાર સાહિત્ય કબજે લઈ  કાર્યવાહી હાથ ધરી છે.

બોક્ષ- નારદીપુર-મોખાસણ રોડ પરથી ૬ જુગારીઓ

કલોલ તાલુકાનાં નારદીપુર  મોખાસણ રોડ પર આવેલ  બોરકૂવાની ઓરડી પાછળ ખુલ્લી જગ્યામાં કલોલ તાલુકા  પોલીસે એકાએક રેડ કરી કુલ રૂપિયા ૩૮૩૦૦/- નો મુદ્દામાલ જપ્ત  કર્યો હતો. કોલવડા ગામના નીતિન  પટેલના કલોલ તાલુકાનાં નારદીપુર મોખાસણ રોડ પર આવેલ  બોરકૂવાની ઓરડી પાછળ કેટલાક ઈસમો જુગાર રમી રહ્યાં હોવાની  મળેલ બાતમીને આધારે કલોલ તાલુકા પોલીસે ઓચિંતી રેડ  કરી હતી.જેમાં પોલીસે કોલવડા ગામના સુરેશ શકરાભાઈ દરજી,  કૌશિક રમણભાઈ પટેલ, ગોવિંદ નારણભાઈ પટેલ, વિષ્ણુ  કાંતિભાઈ પટેલ, નીતિન ચંદુભાઈ પટેલ તથા ગાંધીનગર સેકટર-ર૬ કિસાન નગરના પ્રકાશ લક્ષ્મણભાઈ પરમારને રોકડ રૂપિયા ૩૬૮૦૦/- , ત્રણ મોબાઈલ કિંમત રૂપિયા ૧પ૦૦/- મળી  કુલ રૂપિયા ૩૮૩૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયેવાહી  હાથ ધરી છે.