Unknow Boat Seen in Kutch Sea, Marin Police On Alert
  • Home
  • Bhuj
  • કચ્છના જખૌ દરિયામાંથી અજાણી બોટ મળી હોવાના ઈનપુટથી સુરક્ષા દળોમાં દોડધામ, સઘન ચેકિંગ શરૂ કરાયું

કચ્છના જખૌ દરિયામાંથી અજાણી બોટ મળી હોવાના ઈનપુટથી સુરક્ષા દળોમાં દોડધામ, સઘન ચેકિંગ શરૂ કરાયું

 | 9:54 pm IST

સેન્ટ્રલ આઈબીએ થોડાં દિવસ પહેલાં જ કચ્છ પાકિસ્તાન બોર્ડરથી આતંકીઓ ઘૂષણખોરી કરી શકે છે તેવા ઈનપુટ મળ્યા હતા. ત્યારે આજે કચ્છના જખૌ દરિયામાં અજાણી બોટ મળ્યા હોવાના ઈનપુટ મળતાં સુરક્ષા દળોમાં દોડધામ મચી ગઈ હતી. બિનવારસી બોટ મળી આવતાં કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. માછીમારોની ઓફ સિઝન વચ્ચે દરિયામાં બોટ જોવા મળી હોવાને કારણે પણ સુરક્ષાને લઈ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.

15મી ઓગસ્ટના પગલે દેશભરમાં સુરક્ષા એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ ઈન્ટેલિજન્સ બ્યૂરોએ આતંકી હુમલાનું એલર્ટ આપ્યું હતું. ત્યારે વધુ એકવાર આઈબીએ કચ્છ બોર્ડરને લઈ એલર્ટ આપ્યું હતું કે, કચ્છ-પાક બોર્ડર પરથી આતંકીઓ ઘૂષણખોરી કરી શકે છે. જે બાદ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ આઈબીએ ગુજરાત પોલીસને આતંકી એલર્ટ આપ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, કચ્છ ખાતે આવેલી ભારત-પાકિસ્તાન સીમા પરથી આતંકીઓ ઘૂષણખોરી કરી શકે છે. આઈબીના આ એલર્ટને પગલે મરિન અને બોર્ડર પોલીસે સુરક્ષા બંદોબસ્ત વધારી દીધો હતો. અને સતત બોર્ડર એરિયા પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

જુઓ આ વીડિયો પણ…

સુરતમાં તિરંગા થીમ પર કરાયું અનોખું ડેકોરેશન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન