about mukesh ambani son akash ambani unknown facts
  • Home
  • Featured
  • Photos: મુકેશ અંબાણીના પુત્ર આકાશની જાણી અજાણી વાતો

Photos: મુકેશ અંબાણીના પુત્ર આકાશની જાણી અજાણી વાતો

 | 12:42 pm IST

ભારતના સૌથી અમીર વેપારી મુકેશ અંબાણીના પુત્ર આકાશે દિગ્ગજ હિરાના વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે પ્રભુતામાં પગલા પાડ્યા છે. આ લગ્નએ ખુબજ આકર્ષણ જમાવ્યુ હતુ ભારતથી જ નહી વિદેશથી મહેમાનો આ પ્રસંગે હાજર રહ્યા હતા અને નવદંપતિને આશિર્વાદ આપ્યા હતા. સૌ કોઈ એ જાણવા ઉત્સુક છે કે આકાશ અંબાણી અને શ્લોકા ક્યા મળ્યા હતા કેવી રીતે તેમનો પ્રેમ પરિણય સુધી પહોંચ્યો.

આજે તમને આકાશની કેટલીક જાણી અજાણી વાતો અંગે વાતો કરીશુ. આકાશ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન-એમડી અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી અને મુકેશ અંબાણીના મોટા પુત્ર છે. આકાશ તેની બહેન ઈશા સાથે ખુબજ બોન્ડીંગ ધરાવે છે. બંને વચ્ચે કોઈ વાત સિક્રેટ રહેતી નથી.

વાત જો આકાશના અભ્યાસની કરીએ તો વર્ષ 2009માં આકાશે ધીરૂભાઈ ઈન્ટરનેશનલ સ્કુલથી આઈબી ડિપ્લોમાં પ્રોગ્રામ પૂરો કર્યા પછી વર્ષ 2013માં અમેરિકાની બ્રાઉન યૂનિવર્સિટીમાં બિઝનેસ કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યુ છે.

આકાશ ફક્ત પૈસાના માલિક જ નથી દીલના પણ એટલાજ ધનીક વ્યક્તિ છે. પોતાના કર્મચારીઓના હિતમાં નિર્ણય લે છે. કંપનીમાં યુવા કર્મચારીઓને સારી તકો આપે છે. આકાશને ફક્ત ક્રિકેટ જોવાનો જ શોખ નથી પણ રમવાનો એટલો જ શોખ છે. આકાશને ક્રિકેટ એટલુ પસંદ છે કે વર્ષ 2008માં ઈન્ડીયન પ્રીમિયર લીગમાં પોતાની ટીમ મુંબઈ ઈન્ડીયન્સની ક્રિકેટ ટીમની કીટ ડિઝાઈન કરવામાં ખુબજ મદદ કરી હતી.

આકાશને ક્રિકેટ સિવાય ફુટબોલ રમવાનો પણ એટલો જ શોખ છે. તેણે 5 વર્ષ સુધી ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનલમાં ફુટબોલ ટીમનું કેપ્ટન પદ સંભાળ્યુ હતુ. ક્રિકેટ ફુટબોલ સાથે આકાશને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીનો પણ એટલો જ શોખ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન