unknown person attacked sikh taxi driver and dropped his turban in us
  • Home
  • NRI
  • અમેરિકામાં ભારતીય શીખ પર હુમલો, મારપીટ કરીને પાઘડી પાડી દીધી

અમેરિકામાં ભારતીય શીખ પર હુમલો, મારપીટ કરીને પાઘડી પાડી દીધી

 | 5:01 pm IST
  • Share

  • ન્યુયોર્કમાં એક અજાણી વ્યક્તિએ ભારતીય શીખ પર હુમલો કર્યો

  • એરપોર્ટ બહાર શીખ ટેક્સી ડ્રાઈવર સાથે વ્યક્તિએ કરી મારપીટ

  • શીખને મુક્કા માર્યા અને પાડી દીધી પાઘડી, ટ્વીટર વીડિયોમાં ખુલાસો


ન્યૂયોર્કમાં જોન એફ કેનેડી (JFK) ઇન્ટરનેશનલ એરપોર્ટ બહાર એક અજ્ઞાત વ્યક્તિએ ભારતીય મૂળના એક ટેક્સી ડ્રાઈવર પર હુમલો કર્યો, એની પાઘડી પાડી દીધી અને એની વિરુદ્ધ વાંધાજનક ભાષાનો પ્રયોગ કર્યો. સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલા એક વીડિયોમાં આ ઘટના સામે આવી છે. અમેરિકામાં વંશીય રીતે પ્રેરિત હેટ ક્રાઇમનો આ વધુ એક શંકાસ્પદ કેસ છે.

નવજોત પાલ કૌરએ ટ્વીટર પર 5 જાન્યુઆરીએ 26 સેકંડનો એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં એક વ્યક્તિ એરપોર્ટ બહાર એક શીખ ટેક્સી ડ્રાઈવર પર હુમલો કરતો દેખાઈ રહ્યો છે. કૌરે જણાવ્યું કે એરપોર્ટ પર ઉભેલા એક અન્ય વ્યક્તિએ આ વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો કઈ તારીખનો છે એની જાણકારી નથી આપવામાં આવી. વીડિયોમાં પીડિત વ્યક્તિ વિરુદ્ધ વાંધાજનક ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે જે પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ વીડિયોમાં શીખ વ્યક્તિને વારેવારે મારતા અને મુક્કા મારતા દેખાઈ રહ્યા છે.

મારપીટમાં પડી ગઈ શીખ વ્યક્તિની પાઘડી

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એને શીખ વ્યક્તિની પાઘડી પણ પાડી નાખી દીધી. કૌરે જણાવ્યું, ‘આ વીડિયો જોન એફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અન્ય વ્યક્તિએ રેકોર્ડ કર્યો હતો. મેં આ રેકોર્ડ નથી કર્યો, પરંતુ હું આ હકીકતને લોકો સામે લાવવા માંગતી હતી કે આપણા સમાજમાં નફરત હજુ પણ યથાવત છે અને કમનસીબે, મેં ઘણા શીખ ટેક્સી ડ્રાઈવર સાથે મારપીટની ઘટનાઓ ઘણીવાર જોઈ છે.’

શીખની પાઘડી પડી જવી, એને શબ્દોમાં વ્યક્તિ કરવું મુશ્કેલ

આ ઘટના કે ડ્રાઈવર વિશે વધુ જાણકારી હાલ મળી નથી. એસ્પેન ઇન્સ્ટીટયુટમાં ઇન્ક્લુસિવ અમેરિકા પ્રોજેક્ટના ડિરેક્ટર અને લેખક સિમરન જીત સિંહે ટ્વીટ કર્યું, ‘અન્ય એક શીખ ટેક્સી ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો. આ વખતે ન્યૂયોર્કમાં જોન એફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આમ થયું. આ જોઈને ખૂબ જ દુઃખ થયું.’

તેમણે કહ્યું, ‘જે લોકો શીખ નથી, એમને હું શબ્દોમાં ન સમજાવી શકું કે કોઈ શીખની પાઘડી પડી જવાનો અર્થ શું હોય છે કે કોઈ અન્ય શીખની પાઘડી પડતી જોવા પર શું અનુભવાય છે.’

અમેરિકામાં કોઈ શીખ ટેક્સી ડ્રાઈવર પર હુમલાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ભારતીય મૂળના શીખ ઉબર કેબ ડ્રાઈવર પર 2019માં હુમલો કરવામાં આવ્યો હતો. આ સિવાય ન્યુયોર્કમાં 2017માં પણ 25 વર્ષીય શીખ ટેક્સી ડ્રાઈવર પર હુમલો થયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો