Unlimited high speed data is available in this BSNL plan
  • Home
  • Technology
  • BSNLના આ પ્લાનમાં મળી રહ્યો છે અનલિમિટેડ હાઈ સ્પીડ ડેટા, જાણો શું છે ખાસ

BSNLના આ પ્લાનમાં મળી રહ્યો છે અનલિમિટેડ હાઈ સ્પીડ ડેટા, જાણો શું છે ખાસ

 | 9:16 am IST

સોમવારે રિલાયન્સ જિયોએ પોતાના Jio GigaFiberનું કોમર્શિયલ લોન્ચિંગ કરી દીધું અને જણાવ્યું કે 5 સપ્ટેમ્બરથી ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ વચ્ચે BSNLએ પોતાના બ્રોડબેન્ડ અને મોબાઈલ બેનિફિટની સાથે પોતાનો એક બંડલ પ્લાન લોન્ચ કર્યો છે. BSNL પોતાના પોર્ટલ પર ‘BBG કોમ્બો ULD ફેમેલી 1199’ પ્લાન માટે એક ડેડીકેટેડ વેબપેજ હોસ્ટ કર્યું છે.

BBG કોમ્બો ULD ફેમેલી 1199 પ્લાનને 1,199 રૂપિયાનું મંથલી રેંટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેમાં ગ્રાહકોને અનલિમિટેડ ડેટા મળશે. પરંતુ એક મહિનામાં 30GB સુધી 10Mbpsની સ્પીડ મળશે, તો 30GBની લિમિટ બાદ સ્પીડને 2Mbps સુધી કરવામાં આવશે.  

BSNLએ કહ્યું કે ફેમેલી 1199 પ્લાનને અંડમાન અને નિકોબાર અને ગુજરાતને છોડીને ભારતના બધા સર્કલોમાં ખરીદી શકાશે. ડેટા સિવાય બ્રોડબેન્ડ યૂઝર્સને દેશભરના કોઈપણ નેટવર્કમાં અનલિમિટેડ લેન્ડલાઈન કોલિંગનો ફાયદો મળશે.

તે સિવાય 1,199 રૂપિયાવાળા BSNL કોમ્બો પ્લાનમાં ત્રણ બંડલ મોબાઈલ કનેક્શન પણ મળશે. આ ત્રણ કનેક્શનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગનો ફાયદો ગ્રાહકોને મળશે. આ ત્રણે કનેક્શનમાં રોજ 1GB ડેટા પણ મળશે. આ ડેટાની લિમિટ ક્રોસ થયા બાદ ગ્રાહક 40Kbpsની સ્પીડ એક્સેસ કરી શકશે.

આ ત્રણ કનેક્શનમાં સરકારી ટેલીકોમ કંપની થકી પર્સનલાઈજ્ડ રિંગબેક ટોનનો પણ લાભ મળશે. સાથે જ ત્રણે કનેક્શનમાં કોઈની સાથે ફ્રી ઓનલાઈન ટીવી એક્સેસ કરી શકાશે અને ક્લાસ 12thનો અદભૂત એક મહીના માટે કોઈ એક સબ્જેક્ટ માટે ઓનલાઈન એજ્યુકેશનનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ લઈ શકાશે.

આ વીડિયો પણ જુઓ : જન્નતમાં જય હિન્દ – સ્પેશ્યલ રિપોર્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન