Unlock0-5 Guidelines : Movie Theatres, Swimming Pools Will Open
  • Home
  • Featured
  • અનલોક-5ની ગાઈડલાઈન જાહેર, સિનેમાઘરો-સ્વિમિંગપુલને આપી મંજુરી : શાળા-કોલેજો બંધ

અનલોક-5ની ગાઈડલાઈન જાહેર, સિનેમાઘરો-સ્વિમિંગપુલને આપી મંજુરી : શાળા-કોલેજો બંધ

 | 8:18 pm IST

કેન્દ્રીય ગૃહમંત્રાલયે આજે કોરોના મહામારી વચ્ચે અનલોક-5ની ગાઈડલાઈન જાહેર કરી છે. અનલોક-5માં સિનેમાઘરો અને સ્વિમિંગ પુલો ખોલવાની મંજુરી આપી દેવામાં આવી છે. જોકે શાળા-કોલેજો ખોલવાનો નિર્ણય 15 ઓક્ટોબર બાદ લેવામાં આવશે. અનલોક-5નો આ ગાઈડલાઈન 31 ઓકટોબર સુધી અમલી રહેશે.  

ગૃહમંત્રાલયના નિર્દેશ પ્રમાણે અનલોક-5માં માત્ર 50 ટકા સીટો સાથે સિનેમાઘરોને ખોલવાની મંજુરી આપી દેવામાં આવી છે. 15 ઓક્ટોબર બાદ થિયેટરો અને સ્વિમિંગ પુલ ખોલી શકાશે. અનલોકના આ તબક્કામાં નવરાત્રી, દુર્ગા પુજા, દશેરા જેવા મોટા તહેવારો આવતા હોવાથી સરકારે SOP (સ્ટાંડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર)માં વિશેષ ધ્યાન આપ્યું છે.

કેન્દ્ર સરકાર કોરોના મહામારીના કારણે જાહેર કરવામાં 4 તબક્કાના લોકડાઉન બાદ હવે તેમાં ધીમે ધીમે છુટ આપવા લાગી છે. આજે 30મી સપ્ટેમ્બરે અનલોક-5ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. જેમાં શું શું ખોલવામાં આવશે અને શું શું હજી પણ બંધ રહેશે તેની સ્પષ્ટતા કરવામાં આવી છે.

અનલોક-5ની ગાઈડલાઈનમાં સૌથી મહત્વનો નિર્ણય થિયેટરોને લઈને કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે 15 ઓક્ટોબર બાદ 50 ટકા લોકો સાથે દેશના તમામ થિયેટરો ખોલવાની મંજુરી આપી દીધી છે. તેવી જ રીતે મહિનાઓથી બંધ પડેલા સ્વિમિંગ પુલને પણ 15 ઓક્ટોબર બાદ જ ખોલવાની મંજુરી આપવામાં આવી છે. જોકે કોરોનાના વધતા  જતા કેસોને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજો હજી પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો નથી. 15 મી ઓક્ટોબર બાદ શાળા-કોલેજોને લઈને નિર્ણય લેવામાં આવી શકે છે.

મહારાષ્ટ્ર અને તમિલનાડૂમાં લોકડાઉન 31 ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવ્યુ છે. તમિલનાડૂ સરકારે મંગળવારના રોજ અમુક પ્રતિબંધોમાં ઢીલ આપ્યાની સાથે સાથે લોકડાઉનને પણ 31 ઓક્ટોબર સુધી લંબાવી દીધુ છે. મુંબઈમાં શૈક્ષણિક સંસ્થા, મનોરંજન કેન્દ્ર, સંગ્રહાલયો બંધ રહેશે. સાથે સાથે સિટી ઉપનગરીય ટ્રેનો પણ બંધ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન