VIDEO: તૂટેલા જડબા સાથે બેટિંગ કરી અને ફટકારી સદી, ગ્રેટ ક્રિકેટ લવ – Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • VIDEO: તૂટેલા જડબા સાથે બેટિંગ કરી અને ફટકારી સદી, ગ્રેટ ક્રિકેટ લવ

VIDEO: તૂટેલા જડબા સાથે બેટિંગ કરી અને ફટકારી સદી, ગ્રેટ ક્રિકેટ લવ

 | 11:50 am IST

દિલ્હીના ઓપનિંગ બેટસમેન ઉન્મુક્ત ચંદનું જડબું ફ્રેકચર થઈ ગયું છે. આમછતાં તેઓ વિજય હજારો વન-ડે ટુર્નામેન્ટ માટે બેટિંગ માટે મેદાનમાં આવ્યા હતા. તેમની રમતને કારણે જ દિલ્હીને ઉત્તર પ્રદેશમાં સામે 55 રને વિજય સાંપડ્યો હતો.

ફ્રેક્ચર જડબા સાથે ઉનમુત્ક ચંદે સદી ફટકારી હતી. દિલ્હીની ટીમમાંથી કેપ્ટન પ્રદીપ સાંગવાન અને કુલવંત ખેજરોલિયાએ ધારદાર બોલિંગ કરી હતી. દિલ્હીએ આ કારણે જ મેચમાં સરળતાથી વિજય મેળવ્યો હતો. મેચમાં દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતાં ઉન્મુત્કના 116 રન સાથે છ વિકેટે 307 રનનો સ્કોર કર્યો હતો.  ઉન્મુત્કે તૂટેલા જડબા સાથે 125 બોલમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતાં. અન્ય એક ઓપનિંગ બેટ્સમેનટ હિતેન દલાલના 55 રનસાથે પ્રથમ વિકેટમાં 107 રન બનાવ્યા હતાં.

ઉન્મુત્ક ચંદ માટે ગત સીઝન નબળી હતી અને આ જ ટુર્નામેન્ટમાં ઝાઝી સફળતા સાંપડી ન હતી. આઈપીએલમાં પણ તેઓ કાઠું કાઢી શક્યા ન હતાં. આગામી કેટલાક મહિનામા શરૂ થનારી આઈપીએલ-11માં તેઓ આ ફોર્મને જાળવી રાખશે અને ટીમ ઈન્ડિયામાં સમાવેશ માટે પ્રબળ દાવેદાર બને તેવી અપેક્ષા છે. ભારતે અગાઉ જીતેલા અન્ડર-19 વર્લ્ડ કપની ભારતીય ટીમમાં ઉન્મુત્ક ચંદ કેપ્ટન હતાં.