ઉન્નાવ દુષ્કર્મ કેસ: આરોપી સેંગરે CBI સામે કર્યો ચોંકાવનારો દાવો - Sandesh
  • Home
  • India
  • ઉન્નાવ દુષ્કર્મ કેસ: આરોપી સેંગરે CBI સામે કર્યો ચોંકાવનારો દાવો

ઉન્નાવ દુષ્કર્મ કેસ: આરોપી સેંગરે CBI સામે કર્યો ચોંકાવનારો દાવો

 | 9:11 am IST

દુષ્કર્મના આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરે CBI પૂછપરચ્છ દરમ્યાન પોતાના બચાવમાં કહ્યું છે કે તેઓ ઘટનાના દિવસે ઉન્નાવમાં નહોતા. ઉન્નાવની બાંગરમઉ સીટ પરથી BJP ધારાસભ્ય સેંગરનું કહેવું છે કે ઘટનાવાળા દિવસે તેઓ
કાનપુરમાં કોઇની બર્થડે પાર્ટીમાં ભાગ લીધો હતો.

ઘટનાની તપાસ હાથમાં આવતા જ સીબીઆઈએ શુક્રવારના રોજ બપોર 4.30 વાગ્યે કુલદીપ સેંગરને લખનઉ પોતાના પૈતૃક ઘરથી ધરપકડ કરાઇ હતી. ધરપકડ કર્યા બાદ સેંગરની સીબીઆઈએ અંદાજે 5 કલાક પૂછપરચ્છ કરી. સીબીઆઈએ સેંગરને શનિવારના રોજ સાંજે કોર્ટમાં હાજર કર્યા. ત્યાંથી આરોપી ધારાસભ્યને સાત દિવસની કસ્ટડીમાં સીબીઆઈને સોંપી દીધા છે.

સીબીઆઈ સૂત્રોના મતે શરૂઆતની પૂછપરચ્છમાં કુલદીપ સેંગરે દાવો કર્યો છે કે પીડિતા જે દિવસે પોતાની સાથે ગેંગરેપ થયાનો આરોપ મૂકી રહી છે મતલબ 4 જૂન, 2017ના રોજ એ દિવસે તેઓ કાનપુરમાં હતા.

કુલદીપ સેંગરનો દાવો છે કે આ દિવસે તેઓ તેમના સગાને ત્યાં બર્થડે પાર્ટીમાં ભાગ લેવા ગયા હતા. કુલદીપ સેંગરે તો એટલે સુદ્ધા દાવો કર્યો છેકે તેમના મોબાઇલનું લોકેશન કાઢી શકે છે. પરંતુ તેની સાથે જ ડ્રાઇવર અને સુરક્ષાકર્મી હતા.
તેના લોકેશનથી પણ આ વાતની પુષ્ટિ થઇ શકે છે. કુલદીપ સેંગરે કહ્યું કે સીબીઆઈ બર્થ ડે પાર્ટીના ફૂટેજ પણ મંગાવી ચકાસી શકે છે કે તેઓ તે સમયે કયાં હતા.

આ બધાની વચ્ચે શનિવારના રોજ ધરપકડ કરાયેલ આરોપી મહિલા શશિ સિંહે પણ પૂછપરચ્છ દરમ્યાન સીબીઆઈને કહ્યું કે ઘટનાના દિવસે તેઓ પોતાના પતિની સાથે કાનપુરમાં હતા. તેને પણ દાવો કર્યો કે તેઓ અને તેમના પતિના
મોબાઇલ લોકેશનની તપાસ કરીને દાવાની પુષ્ટિ કરી શકે છે.

સીબીઆઈએ શનિવારના રોજ મોડી સાંજે શશિ સિંહની ધરપકડ કરી લીધી હતી અને લાંબી પૂછપરચ્છ બાદ રવિવારના રોજ સવારે તેણે ધરપકડ કરી લીધી. પીડિયાએ આરોપ મૂકયો છે કે શશિ સિંહ જ તે મહિલા છે જે ઘટનાના દિવસે
આરોપી ધારાસભ્યને પાસે ઇ ગઇ હતી.