યૂએનમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક અંગેની વાતને લઈને પાકિસ્તાનને પડી લપડાક - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • યૂએનમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક અંગેની વાતને લઈને પાકિસ્તાનને પડી લપડાક

યૂએનમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક અંગેની વાતને લઈને પાકિસ્તાનને પડી લપડાક

 | 6:33 pm IST
  • Share

યૂનાઈટેડ નેશનમાં રશિયાના દૂત અને ઓકટોબર મહિના માટે સુરક્ષા પરિષદ અધ્યક્ષ ચર્કિને પાકિસ્તાનને જોરદાર ઝટકો આપ્યો છે. તેમણે એક વૈશ્વિક સંસ્થામાં કાશ્મીર મામલો અને ભારતની સર્જિકલ સ્ટ્રાઈકનો મુ્દ્દો ઉઠાવનારા પાકિસ્તાનને સ્પષ્ટપણે ખખડાવતા કહ્યું કે સુરક્ષા પરિષદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના વધતા તણાવ અંગે ચર્ચા નથી કરી રહી.

સયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત વિતાલી ચર્કિને સોમવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સાથે જોડાયેલા સવાલોને વચ્ચે જ રોકી દીધાં હતા અને કહ્યું હતું કે હું તેમાં પડવા નથી ઈચ્છતો. મહેરબાની કરીને ..ના..ના…હું તેમા પડવા નથી ઈચ્છતો. રશિયાના ઓક્ટોબર મહિના માટે 15 સભ્ય દેશોવાળી પરિષદની અધ્યક્ષતા સંભાળતા ચર્કિન મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા.

જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તે આ મુદ્દે ટિપ્પણી કેમ નથી કરે તો તેમણે કહ્યું કે કારણકે હું સુરક્ષા પરિષદનો અધ્યક્ષ છું. સુરક્ષા પરિષદ અત્યારે ભારત – પાકિસ્તાન સંબંધો અને સ્થિતિ વિષય પર ચર્ચા નથી કરતી. ચર્કિને કહ્યું કે મને માફ કરો શ્રીમાન, હું તેમાં પડવા ઈચ્છતો નથી. કોઈ ટિપ્પણી નહિં, કૃપા કરીને માફ કરો. જ્યારે તેમને બીજીવાર પૂછવામાં આવ્યું કે રશિયા ભારત-પાકિસ્તાનની સ્થિતિ પર ચર્ચા કરવાથી આટલું કેમ ભાગે છે તો ચર્કિને કહ્યું કે મને ખબર છે કે તમે જાણો છો કે અન્ય બીજી ઘણી બાબતો છે.

ચર્કિનની આ ટિપ્પણી પાકિસ્તાનને નિરાશ કરનારી છે. પાકિસ્તાને ગયા અઠવાડિયે જ પીઓકેમાં ઈન્ડિયન આર્મીની સર્જિકલ સ્ટ્રાઈક પર યૂનાઈટેડ નેશનના સિક્યોરિટી કાઉન્સિલ સાથે સંપર્ક સાધ્યો હતો. તે પહેલા યુએનના સેક્રેટરી જનરલ બાનકી મૂનના ઉપપ્રવક્તા ફરહાન હકને ભારતીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે યુએન સામાન્ય સભામાં કરવામાં આવેલી ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને કાશ્મીરનું સપનું છોડી દેવું જોઈએ. કારણકે કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે. આ અંગે ફરહાન હકે કહ્યું હતું કે યુએને ભારત અને પાકિસ્તાનની સ્થિતિને લઈને નિવેદન બહાર પાડ્યું છે. હું તે જ નિવેદનને દોહરાવીશ.

તેને ફરીથી પૂછવામાં આવ્યું કે યૂનાઈટેડ નેશન સુષમા સ્વરાજની ટિપ્પણી પર કોઈ પ્રતિક્રિયા કેમ નથી આપતું. તો તે અંગે હકે કહ્યું કે અમે લોકો યૂએન જનરલ એસેમ્બલીમાં આપવામાં આવેલી દરેક સ્પીચ પર પ્રતિક્રિયા નથી આપતા. જો કે અમે કાશ્મીર અંગે નિવેદન જાહેર કર્યું છે. અમે ગયા અઠવાડિયે શુક્રવારે જ કાશ્મીરની સ્થિતિ પર પ્રતિક્રિયા આપી હતી.

યૂનાઈટેડ નેશનમાં પાકિસ્તાનના દૂત મલીહા લોધીએ યૂએનમાં ન્યૂઝીલેન્ડના રાજદૂત ગેરાર્ડ વાન સાથે મુલાકાત કરી હતી. વાન સપ્ટેમ્બર મહિનામાં યૂએન સિક્યોરિટી કાઉન્સિલના પ્રેસિડન્ટ હતા. લોધીએ વાન સમક્ષ ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈકનો મુ્દો ઉઠાવ્યો હતો. લોધીએ યૂએનના જનરલ સેક્રેટરી બાન કી મૂનની પણ મુલાકાત લીધી હતી. જો કે લોધીની બંને મુલાકાત નાકામિયાબ રહી. યૂએને સ્પષ્ટ કહ્યું કે કાશ્મીર દ્વિપક્ષીય મુદ્દો છે અને બંને દેશોએ સંવાદ દ્વારા ઉકેલવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન