unsc meeting on kashmir ends indo pak asked to maintain peace
  • Home
  • Featured
  • UNSCમાં બંને દેશોને શાંતિ રાખવાની અપીલ, ભારતે કહ્યું ‘આતંકવાદ છોડો પછી બીજી વાત’

UNSCમાં બંને દેશોને શાંતિ રાખવાની અપીલ, ભારતે કહ્યું ‘આતંકવાદ છોડો પછી બીજી વાત’

 | 8:37 pm IST

UNSCની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. સભ્ય દેશોએ બંન્ને દેશોને શાંતિથી રહેવા માટે કહ્યું છે. તેમજ કહ્યું કે એવા કોઈ એક્શન ન લેવા કે જેથી બંન્ને દેશોમાં તણાવ ઉત્પન થાય. આ મુદ્દા પર ભારતનાં રાજદુત અકબરૂદીનને કહ્યું કે કાશ્મીર અને આર્ટિકલ 307 હટાવવો એ ભારતનો આંતરિક મુદ્દો છે. માત્ર ભારત જ નક્કી કરી શકે કે આ મામલો કેમ સોલ્વ કરવો.

અકબરૂદીને આગળ કહ્યું કે જ્યાં સુધી કાશ્મીરમાં તણાવનો પ્રશ્ન છે તો સોમવારે રાજ્યમાં સ્કુલ ખોલી નાખવામાં આવશે. ભારત કાશ્મીરને પ્રગતિનાં પંથે લઈ જશે. ત્યારબાદ અકબરૂદીને કહ્યું કે અમે ઘણી વખત  વાત કરવાનો  પ્રયત્ન કર્યો છે પણ આતંકવાદ વચ્ચે અડચણ બન્યો છે. માટે હવે તો જ શાંતિ વાર્તા થશે જો પાકિસ્તાન આતંકવાદ પર લગામ લગાવશે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ચીનની માગ પર જમ્મુ કાશ્મીરનાં મુદ્દે બેઠક શરૂ થઈ હતી. UNSCમાં કાશ્મીરને લઈ રશિયા ભારતના પક્ષમાં છે. તો વળી રશિયાએ કાશ્મીરને લઈ માત્ર દ્વિપક્ષીય વાતચીત કરવા માટે સમર્થન કર્યું છે. જ્યારથી કલમ 370 હટાવી ત્યારથી પાકિસ્તાન રઘવાયું થયું છે.

તો આ તરફ પાકિસ્તાન UNSCમાં લગાતાર જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની કોશિસ કરી રહ્યું છે. પાકિસ્તાન માટે હવે કાશ્મીર એક મુસીબત બની ગઈ છે. આંતર રાષ્ટ્રીય મંચ પર પાક.એ ખુબ પ્રયત્ન કરી લીધો પરંતુ તેની એકપણ દલીલ કામ ન આવી. લગભગ બધા દેશોએ તેની આશા પર પાણી ફેરવી નાખ્યું અને માત્ર ચીન તેનો સાથ આપી રહ્યું છે.

આવું પણ પહેલી જ વાર છે કે UNSCએ બંધ બારણે બેઠક કરવી પડે. ઈતિહાસમાં આ બીજી વખત છે કે (UNSC)માં કાશ્મીર મુદ્દો ચર્ચા વિચારણા થઈ હોય. વર્ષ 1971માં આ મુદ્દા પર પહેલીવાર બેઠક મળી હતી. યુએનએસસીમાં સભ્યોની સંખ્યા 15 છે જેમાંથી 5 કાયમી અને 10 કામચલાઉ છે. હંગામી સભ્યોની મુદત થોડા વર્ષોની હોય છે જ્યારે કાયમી સભ્યો સમાન રહે છે. કાયમી સભ્યો – અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ. અસ્થાયી દેશોમાં બેલ્જિયમ, કોટ ડીવોએર, ડોમિનિકન રિપબ્લિક, ઇક્વેટોરિયલ ગુએની, જર્મની, ઇન્ડોનેશિયા, કુવૈત, પેરુ, પોલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેલ છે.

આ વીડિયો પણ જુઓ: જમ્મુ અને કાશ્મીરમાં સેના અને એરફોર્સને હાઈ એલર્ટ પર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન