Unseen Photos Of 'Bhabhiji Ghar par Hain' Fame Shubhangi Atre
  • Home
  • Featured
  • Photos: નહીં જોઈ હોય ‘ભાભીજી’ની આ તસવીરો, નહીં હટાવી શકો નજર

Photos: નહીં જોઈ હોય ‘ભાભીજી’ની આ તસવીરો, નહીં હટાવી શકો નજર

 | 1:25 pm IST

ટીવી શૉ ‘ભાભીજી ઘર પર હૈં’માં મુખ્ય ભૂમિકા નીભાવી રહેલી અભિનેત્રી શુભાંગી અત્રે ઇન્સ્ટાગ્રામ પર ઘણી જ એક્ટિવ છે. શુભાંગી અવાર-નવાર પોતાના વિડીયો અને ફૉટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. નાના પડદા પર સાડી પહેરીને ગામડાની છોકરીનાં ગેટઅપમાં જોવા મળતી શુભાંગી રિયલ લાઇફમાં ઘણી જ અલગ છે. રિયલ લાઇફમાં તે ઘણી જ સ્ટાઇલિશ દેખાય છે.

એક ઇન્ટરવ્યૂમાં શુભાંગીએ કહ્યું હતુ કે, “આજનાં સમયે જ્યારે એડલ્ટ કૉમેડી ચાલી રહી છે, મને લાગે છે કે હું એક પારિવારિક શૉ દ્વારા દર્શકોનું મનોરંજન કરી રહી છું.” તેણે કહ્યું કે, “તણાવદાયક કામકાજ બાદ લોકો અમારો શૉનો આનંદ લે છે અને સાથે બેસીને હસે છે. હાસ્ય હકારત્મકતાથી ભરી દે છે અને આપણને એક પ્રકારનાં વ્યાયામ કરવામાં મદદ કરે છે. હું તેને એક પ્રશંસાની રીતે લઉં છું, જ્યારે તેઓ મને તણાવ દૂર કરનાર કહે છે. આ મને સમ્માનિત થવા જેવો અનુભવ કરાવે છે.”

શુભાંગી કૉમેડી શૈલીને ઘણી મુશ્કેલ માને છે. તેણે કહ્યું કે, “કૉમેડી કરવી મુશ્કેલ કામ છે. કલાકાર તરીકે હું પોતાના પાત્રનો આનંદ લઉં છું અને દર્શકોની પ્રતિક્રિયા મને સારું પ્રદર્શન કરવામાં મદદ કરે છે.”