UnSeen Video Of Akash Ambani And Shloka Mehta's Jaimala
  • Home
  • Featured
  • આકાશ અંબાણી-શ્લોકાના શાહી લગ્નનો Video આલ્બમ: જયમાળા, સિંદૂર વિધિ થી લઇ સાત ફેરાની વિધિ

આકાશ અંબાણી-શ્લોકાના શાહી લગ્નનો Video આલ્બમ: જયમાળા, સિંદૂર વિધિ થી લઇ સાત ફેરાની વિધિ

 | 9:17 am IST

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા 9મી માર્ચના રોજ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. આ લગ્નના ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. આકાશ અંબાણીના લગ્નનો આખો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ફેરા થી લઇ સિંદૂર સુધીની તમામ વિધિ દેખાય છે.

આકાશ અંબાણીના લગ્ન ગુજરાતી રીત-રિવાજથી થયા છે. આકાશ અંબાણીએ માતા-પિતા અને પરિવારની સાથે એન્ટ્રી લીધી. લગ્નની વિધિ પૂજાથી શરૂ થઇ અને ત્યારબાદ જયમાલાની વિધિ થઇ. જયમાલાની રસ્મ દરમ્યાન શ્લોકા મહેતા એ રોયલ એન્ટ્રી લીધી હતી.

જયમાળા બાદ કન્યાદાનની વિધિ થઇ. કન્યાદાન બાદ સિંદૂરની વિધિ થઇ. તેમાં આકાશ અંબાણીએ શ્લોક મહેતાને સેંથો પૂર્યો. સિંદૂર બાદ આકાશ અંબાણી અને શ્લોકાએ અગ્નિને સાક્ષી માની સાત ફેરા લીધા. ફેરા બાદ આકાશ અંબાણી એ શ્લોકા મહેતાને મંગળસૂત્ર પહેરાવ્યું. ત્યારબાદ બંનેએ પરિવારના સભ્યોના આશીર્વાદ લીધા હતા.

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા એ માઇક પર પોતાના લગ્નના વચન પણ વાંચ્યા. શ્લોકા મહેતા અને આકાશ અંબાણીએ કહ્યું કે અમે એકબીજાની ભાવનાઓની હંમેશા ઇજ્જત કરીશું. અમે અમારા દાંપત્ય જીવનની દરેક જવાબદારી નિભાવીશું. ત્યારબાદ શ્લોકા મહેતા એ કહ્યું કે સુખ અને દુખમાં આપણે એકબીજાની સાથે હંમેશા ઉભા રહીશું. કોઇપણ પ્રકારની બીમારીમાં પણ આપણે એક બીજાનો સાથ નિભાવીશું. આપણે બંને મન, વચન, અને કર્મથી એક બીજા માટે વફાદાર રહીશું.

આકાશ અંબાણીએ પોતાના લગ્નમાં વ્હાઇટ કલરનું બંદગલા શેરવાણી પહેર્યું હતું. આકાશની શેરવાણી પર ગોલ્ડન એમ્બ્રોઇડરી હતી. જ્યારે શ્લોકા મહેતા એ રેડ અને ગોલ્ડન કલરની ચણિયાચોળી પહેરી હતી. શ્લોકાના ચણિયાચોળીમાં મોતીઓ અને કુંદનથી બારીકાઇ વર્ક કરેલું હતું. શ્લોકા હેવી ડાયમંડ જ્વેલરી કેરી કરી હતી.

લગ્ન બાદ પહેલું રિસેપ્શન 11મી માર્ચના રોજ યોજાયું. તેમાં મરૂન 5 બેન્ડે પરફોર્મ કર્યું, હવે બીજું રિસેપ્શન 12મી માર્ચના રોજ થશે. ત્યારબાદ 13મી માર્ચના રોજ અંબાણી ફેમિલી 7000 જવાનોના પરિવાર માટે એક મ્યુઝિકલ ફાઉન્ટેન પ્રોગ્રામનું આયોજન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન