Until the government decides, the post of non-secretarial clerk is postponed
  • Home
  • Featured
  • સરકાર નક્કી ના કરે ત્યાં સુધી બિનસચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા મોકૂફ

સરકાર નક્કી ના કરે ત્યાં સુધી બિનસચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા મોકૂફ

 | 4:42 pm IST

અરવલ્લી જિલ્લાના બાયડ વિધાનસભાની ચુંટણી દરમ્યાન જ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલની ઉપસ્થિતીમાં સહકાર સંમેલન અને સાંસદ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચુંટણી ટાણે યોજાયેલા આ કાર્યક્રમને લઇને રાજકીય રંગ જામ્યો હતો અને આમ નાયબ મુખ્ય પ્રધાનને પણ એક યા બીજા બહાને ચુંટણી કેમ્પેઇનમાં ઉતાર્યા હતા. નિતિન પટેલે કાર્યક્રમ દરમ્યાન નિવેદન કર્યુ હતુ કે, બીનસચીવાલય કારકુનની પરીક્ષા રદ કરવાને લઇને ચોક્કસ કયા કારણોથી પરીક્ષા રદ કરાઇ હતી તે પોતાની જાણમાં નહી હોવાનુ ગણાવ્યુ હતુ. તેમજ સરકાર નવી સુચના ના આપે ત્યાં સુધી પરીક્ષાને મુલતવી રાખવા પણ ગૌણ સેવા પસંદગી મંડળને સુચના અપાઇ હોવાનુ જણાવ્યુ હતુ.

બાયડ વિધાન સભાની ચુંટણી દરમ્યાન હવે ભાજપે એક યા બીજી રીતે પણ સરકારના નાયબ મુખ્ય પ્રધાને મેદાને ઉતાર્યા છે. બાયડના ચોઇલા ગામે જિલ્લાના સહકાર સંમેલનના બહાને ભાજપે પેટા ચુંટણીમાં આડકતરો પ્રચાર કરવા સમાન પ્રયાસ કર્યો હોય એવો માહોલ સર્જાયો હતો. સહકારી નેતાઓ અને ખાસ કરીને પાટીદાર નેતાઓને સ્ટેજ પર સ્થાન આપીને ચુંટણી ટાણે જ પાટીદારો પર પ્રભાવ સ્થાપવા જેવો પ્રયાસ રાજકીય રીતે નજરે ચડ્યો હતો.

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નિતિનભાઇ પટેલ સહકાર સંમેલન અને સાંસદ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહીને રાજ્ય સરકારની વિકાસ ગાથાને રજુ કરીને આડકતરી રીતે સરકાર સાથે રહેવાની વાતો કરીને પાટીદારો અને સ્થાનિકોને આકર્ષવા પ્રયાસ કર્યા હતા. ભાજપ માટે આમ તો બાયડ બેઠકને હાંસલ કરવી એ કશ્મકશ ભરી સ્થિતીમાં લાગતા જ તમામ મોરચેથી ભાજપે તાકાત લગાવી દીધી છે. આ દરમ્યાન તેઓ બીન સચીવાલય કારકુનની પરીક્ષા રદ કરવાને લઇને પરીક્ષા કેમ રદ કરવામાં આવી છે તે વિશે કોઇ ચોક્કસ માહિતી નહી હોવાનુ જણાવી કહ્યુ હતુ કે, સરકારે ગૌણ સેવા પસંદગી મંડળને સુચના આપી છે કે સરકાર નવો નિર્ણય ના કરે ત્યાં લગી પરીક્ષા મુલતવી રાખવી, શંકરસિંહ વાઘેલા એ ભાજપે મહેન્દ્રસિંહને છેતર્યાના મુદ્દે પણ શંકરસિંહ વાઘેલાને પોતાના વડીલ તરીકે ગણાવ્યા હતા અને વડીલે ક્યાંક ક્યાં શુ બોલ્યા એ વિશે માહીતી નહી હોવાનુ વાત સાફ કરી હતી.

આ વીડિયો પણ જુઓ : બિનસચિવાલય કલાર્કની નિમણૂંકમાં સરકારે કર્યા સુધારા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન