Unvaccinated People Are At High Risk Of Death: CDC Claims
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વેક્સિન ના લેનારા લોકો સામે તોળાઈ રહ્યું છે મોતનું જોખમ: CDCનો દાવો  

વેક્સિન ના લેનારા લોકો સામે તોળાઈ રહ્યું છે મોતનું જોખમ: CDCનો દાવો  

 | 1:00 am IST
  • Share

કોરોનાના કેસો ઘટતાંની સાથે જ ઘણા લોકો ફરી પાછા બેદરકાર બની ગયા છે. ત્રીજી લહેરના ભણકારા વચ્ચે હેલ્થ એક્સ્પર્ટ લોકોને વેક્સિન લેવા અને સતર્ક રહેવાની અપીલ કરી રહ્યા છે. આ દરમિયાન અમેરિકન અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે કોરોના વેક્સિન હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ઘટાડે છે અને મૃત્યુ સામે પણ તે અત્યંત અસરકારક છે.

સીડીસીએ કરેલા ત્રણ અભ્યાસોના નિષ્કર્ષને ધ્યાને રાખીને વેક્સિન લેવા પર ભાર આપતા જેઓએ વેક્સિન નથી લીધી તેમને ચેતવણી પણ આપી હતી. આ અભ્યાસમાં વેક્સિન ડેલ્ટા વેરિઅન્ટ સામે પણ અસરદાર હોવાનું જાણવા મળ્યું હતું. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર જે રીતે ગરમીની શરૂઆતમાં ડેલ્ટાના કેસોમાં વધારો થયો ત્યારે જે લોકોનું રસીકરણ થયું નહોતું, તેમના સંક્રમિત થવાની સંભાવના 4.5 ગણી વધારે હતી. જ્યારે હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના 10 ગણી અને મોતનું જોખમ 11 ગણું વધારે હતું.

એક અભ્યાસમાં એપ્રિલથી જુલાઇ મધ્ય સુધીના સમયગાળામાં 13 રાજ્યોમાં 6 લાખથી વધારે કોવિડ-19 કેસોને મોનિટર કરવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે જે લોકો વેક્સિન નથી લગાવતા તેઓ ગમે ત્યારે કોરોનાના ઘાતક સંક્રમણની ઝપટે ચડી શકે છે. સીડીસીના અન્ય એક અભ્યાસમાં રિસર્ચરોએ ઉનાળામાં 9 રાજ્યોમાં કોવિડ-19 હોસ્પિટલોની તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, પુખ્તવયના લોકોમાં 89 ટકાની સરખામણીએ 75 અને તેનાથી વધારે ઉંમરના લોકો 76 ટકા સુરક્ષિત હતા. જ્યારે અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે 65 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં વેક્સિન બાદ હોસ્પિટલમાં ભરતી થવાનું જોખમ 80 ટકા ઓછું દેખાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન