up bareilly 70 year old mr syed tarzan bike atm video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: અવાજથી સ્ટાર્ટ થાય, સાથે મીની ATM, ભારતનાં વૃદ્ધની બાઈક જોઈ દુનિયા ચક્કર ખાઈ ગઈ

VIDEO: અવાજથી સ્ટાર્ટ થાય, સાથે મીની ATM, ભારતનાં વૃદ્ધની બાઈક જોઈ દુનિયા ચક્કર ખાઈ ગઈ

 | 5:19 pm IST

ઉત્તર પ્રદેશની બરેલીમાં એક શખ્સે પોતાની બાઈકને એવી રીતે મોડીફાઈ કરી કે દુનિયા આખી જોતી રહી. આ બાઈકને વન્ડર બાઈક કહીએ તો કંઈ કહી ખોટું ન પડે. આ બાઈકનું નામ ટાર્ઝન રાખવામાં આાવ્યું છે. સોશિયલ મીડિયામાં આ બાઈકનાં ખુબ વખાણ કરવામાં આવી રહ્યા છે. આ બાઈક મોહમ્મદ સઈદ નામના એક વૃદ્ધ માણસની છે. એની આ બાઈકમાં એક નાનકડું ATM મશીન પણ લગાવવામાં આવ્યું છે. કે જે માલિકના અવાજ પર સિક્કા બહાર ફેંકે છે.

આ વીડિયોને યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે. ત્યાર પછી આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એ વૃદ્ધ સઈદ પોતાની ટાર્ઝન બાઈકનો ડેમો બતાવતાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેના અવાજ પર એ બાઈક સ્ટાર્ટ થાય છે અને મ્યૂજિક પણ વાગે છે. એનાં અવાજ પર માની એટીએમ એક 5નો સિક્કો બહાર આવે છે.

યુટ્યુબનાં લખ્યું એ પ્રમાણે જો વાત કરીએ તો મોહમ્મદ સઈદ એક પ્રશિક્ષીત ઈલેક્ટ્રિશીયન, સ્ટંટ મેન અને સેલ્સ મેન છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલમાં ધૂમ મચાવી રહ્યો છે. લોકો આ વૃદ્ધના ખુબ વખાણ કરી રહ્યા છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટો પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે દેશી એન્જીનિયરનું શાનદાર ઉદાહરણ. તો બીજા એકે લખ્યું કે, ભારતની અતુલ્ય પ્રતિભા. તો કોઈને શંકા પણ થઈ છે. એકે લખ્યું કે મને તો આ બાઈક ફેક લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન