દેશનાં આ 5 રાજ્યો આજે પણ સામાજિક રીતે પછાત રહેતા ભારત પણ પછાત - Sandesh
NIFTY 10,808.05 +0.00  |  SENSEX 35,599.82 +0.00  |  USD 67.6200 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દેશનાં આ 5 રાજ્યો આજે પણ સામાજિક રીતે પછાત રહેતા ભારત પણ પછાત

દેશનાં આ 5 રાજ્યો આજે પણ સામાજિક રીતે પછાત રહેતા ભારત પણ પછાત

 | 10:56 pm IST

નીતિ આયોગનાં સીઈઓ અમિતાભ કાંતે ભારત પછાત રહેવા માટે આૃર્યજનક કારણો દર્શાવ્યા હતા. અમિતાભ કાંતે જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિર્વિસટી ખાતે એક વક્તવ્યમાં કહ્યું હતું કે બિહાર, યુપી, એમપી જેવા રાજ્યોને કારણે ભારત પછાત રહ્યું છે. દેશનાં વધુ વસ્તી ધરાવતા રાજ્યો સહિતનાં આ રાજ્યો સામાજિક રીતે પછાત રહેતા ભારતનો જોઈએ તેટલો વિકાસ શક્ય બન્યો નથી. ખાસ કરીને સામાજિક રીતે પછાત રહેવાથી ભારતનો ક્રમ સામાજિક ઉત્કર્ષ આંકમાં નીચો રહ્યો છે.

કાંતે કહ્યું હતું કે સરકાર દ્વારા આ રાજ્યોમાં સામાજિક ઉત્થાન માટેનાં પગલાં લેવામાં આવ્યા છે અને વહીવટી સરળતા વધારવામાં આવી હોવા છતાં માનવ વિકાસ સૂચકાંકમાં ભારતનો ક્રમ પાછળ રહ્યો છે. જોવાની ખૂબી એ છે કે આ તમામ રાજ્યોમાં ભાજપની સરકાર છે અને નીતિ આયોગનાં સીઈઓએ આ માટે ભાજપ શાસિત રાજ્યો પર ઠીકરું ફોડયું છે. આપણે વેપાર ધંધા આસાન બનાવવાની સાથોસાથ સામાજિક વિકાસ માટે પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, દેશમાં શિક્ષણની ગુણવત્તા ખૂબ જ કથળી છે તેને સુધારવી પડશે. દેશની નીતિઓ ઘડવામાં મહિલાઓની ભાગીદારી પર તેમણે ભાર મૂક્યો હતો.

માનવ વિકાસ સૂચકાંકમાં ભારત ૧૩૧મા ક્રમે

માનવ વિકાસ સૂચકાંકમાં ૧૮૮ દેશોમાં ભારતનું સ્થાન ૧૩૧મું રહ્યું છે. બદલાતા ભારતમાં પડકારો એ વિષય પર બોલતા અમિતાભ કાંતે કહ્યું હતું કે દેશનાં દક્ષિણ અને પિૃમનાં કેટલાક રાજ્યોની કામગીરી માનવ વિકાસ સૂચકાંકમાં સારી અને પ્રશંસનીય છે. તેઓ સારુ કામ કરી રહ્યા છે અને ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. આપણે સૌએ સાથે મળીને લોકોનો સામાજિક ઉત્કર્ષ થાય તે દિશામાં ધ્યાન આપવું પડશે અને દેશના માનવ વિકાસ સૂચકાંકમાં સુધારો કરવાનો રહેશે.

શિક્ષણ અને સ્વાસ્થ્યમાં ભારત પછાત

કાંતે કહ્યું કે શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બંને પરિબળો ખૂબ જ મહત્ત્વનાં છે પણ આ બંને ક્ષેત્રોમાં ભારત પછાત રહ્યું છે. આપણા દેશમાં શિક્ષણની સ્થિતિ સૌથી ખરાબ છે. પાંચમા ધોરણનો વિદ્યાર્થી બીજા ધોરણનાં દાખલાઓ ગણી શકતો નથી. નવજાત શિશુઓનો મૃત્યુ દર પણ ઘણો ઊંચો છે. જ્યાં સુધી આપણે શિક્ષણ અને સ્વાસ્થ્ય સુધારણા સાથે સામાજિક સુધારણા પર ધ્યાન નહીં આપીએ તો સતત પ્રગતિ કરવાનું ભારત માટે મુશ્કેલ બનશે.