પેટા-ચૂંટણીના પરિણામ ભાજપ માટે આંચકા સમાન : ફુલપુર બેઠક ભાજપે ગુમાવી - Sandesh
  • Home
  • India
  • પેટા-ચૂંટણીના પરિણામ ભાજપ માટે આંચકા સમાન : ફુલપુર બેઠક ભાજપે ગુમાવી

પેટા-ચૂંટણીના પરિણામ ભાજપ માટે આંચકા સમાન : ફુલપુર બેઠક ભાજપે ગુમાવી

 | 8:40 am IST

ઉત્તર પ્રદેશની ગોરખપુર, ફૂલપુર અને બિહારની અરરિયા સહિત બે વિધાનસભાની બેઠકો પર મતદાનની ગણતરીનો આરંભ થઈ ગયો છે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની શાખ દાવ પર છે. તો બિહારમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવની સાખ દાવ પર છે. અરરિયા બેઠકને લઈને બિહારના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર તમામની નજર છે. તમામ બેઠકો માટે 11 માર્ચના રોજ મતદાન થયું હતું.
Dm

ગોરખપુર અને ફૂલપુર પેટાચૂંટણી માટે 11 માર્ચના રોજ મતદાન થયું હતું. અહીં ક્રમશ: 47.75 ટકા અને 37.39 ટકા મતદાન થયું હતું. ગોરખપુર બેઠક માટે 10 અને ફૂલપુર માટે 22 ઉમેદવારો મેદાનમાં છે. ગોરખપુરની બેઠક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ફૂલપુરની બેઠક ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય વિધાન પરિષદના સભ્ય બનતા રાજીનામા આપવાના કારણે ખાલી પડી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી બંનેએ આ બેઠકો પર ખુબ પ્રચાર કર્યો હતો. જેના કારણે આ બંને નેતાઓની શાખ દાવ પર છે.

 

લાઈવ અપડેટ્સ

ઉત્તર પ્રદેશ

ગોરખપુર :

સમાજવાદી પાર્ટીના પ્રવીન કુમાર નિશાદે 3,77,146 મતો સાથે 22,954 મતોની લીડ મેળવી, ભાજપના શુક્લને 3,54,192 મત

આગ્રામાં વિજયની ઉજવણી કરતા સમાજવાદી પાર્ટીના કાર્યકરો

સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પ્રવીન કુમાર નિશાદે ભાજપના ઉમેદવાર સામે 28,737 મતોની લીડ મેળવી

17માં રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારની 26,960 મતોની જંગી લીડ

તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ માયાવતી-અખિલેશ યાદવને અભિનંદન પાઠવ્યાં

મત ગણતરીમાં ખલેલ ઉભી કરવા બદલ ગોરખપુર DM પાસે ECએ રિપોર્ટ માંગ્યો

15માં રાઉન્ડમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર 1,67,008 મત સાથે ભાજપના ઉમેદવાર (1,44,166)થી 22,842 મતોથી આગળ

12માં રાઉન્ડમાં સપાના પ્રવીન કુમારને 1,80,155 મત, જ્યારે ભાજપના શુલ્ક 1,65,487 મત સાથે બીજા ક્રમે

ભાજપ અધ્યક્ષ અમિત શાહ દિલ્હી ખાતેના પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા.

11માં રાઉન્ડ બાદ સમાજવાદી પાર્ટીના પ્રવીન કુમાર નિષાદ 1,63,941 વોટ, ભાજપના ઉપેન્દ્ર શુક્લ 1,50,062 વોટ.

8માં રાઉંડ બાદ ગોરખપુરમાં એસપીના પ્રવિન કુમાર નિષાદ 1,19,427 વોટથી ભાજપના ઉપેન્દ્ર શુક્લ 1,08,829થી 10,598 મતોથી આગળ.

ગોરખપુરમાં પણ ભાજપ પાછળ, સમાજવાદી પાર્ટી આગળ

ગોરખપુરમાં ઈવીએમમાં ગડબડની ફરિયાદ. 

8:40 AM : ગોરખપુરમાં ભાજપ આગળ

 

ફૂલપુર :

સપાના નાગેન્દ્ર પટેલે ફૂલપુર બેઠક પર 59,613 મતોથી જીત મેળવી.

28માં રાઉંડ બાદ સમાજવાદી પાર્ટી પહેલા ક્રમે. SP-305172, BJP-257821, કોંગ્રેસ-16788, અપક્ષ-46489 મત

ફૂલપુરમાં 23માં ચરણ સાથે મતગણતરી પૂર્ણ, 33,253 જંગી મતોથી ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યાની બેઠક પર સમાજવાદી પાર્ટીએ ભાજપને હરાવી.

ફુલપુરમાં સમાજવાદી પાર્ટી હજી આગળ. 13માં રાઉન્ડ બાદ સમાજવાદી પાર્ટીના નાગેન્દ્ર પટેલ 143611 મત સાથે ભાજપના કૌશલેન્દ્ર પટેલ 125528થી આગળ ચાલી રહ્યાં છે.

સપાના નાગેન્દ્ર પટેલને 43562 મત જ્યારે ભાજપના કૌશલેન્દ્ર પટેલને 39955 મત

કોંગ્રેસના ઉમેદવાર મનીષ મિશ્રાને માત્ર 1398 મત મળ્યાં.

 

 

બિહાર

અરરિયા બેઠક પર 22મા રાઉન્ડમાં આરજેડીના ઉમેદવારની 4,46,179 મત સાથે 57791 મતોની લીડ, ભાજપના ઉમેદવારને 3,88,388 મત

અરરિયા બેઠક પર RJD 3,33,050 મત, ભાજપને 3,09,863 મત, આરજેડી 23,187 મતોથી આગળ

ભભુઆ વિધાનસભા બેઠક પરથી BJPના રિંકી રાની પાંડેએ જીત નોંધાવી

જહાનાબાદ વિધાનસભા બેઠક પરથી RJDના ઉમેરવાર કૃષ્ણ મોહન કુમારે વિજય મેળવ્યો

 

અરરિયામાં ફરી ભાજપ આગળ, RJDના ઉમેદવાર પાછળ

બિહાર વિધાનસભા 

બિહારમાં ભભુઆ વિધાનસભા બેઠક પર સિંકી રાની પાંદે 6651 વૉટથી આગળ ચાલી રહ્યાં છે. તેવી જ રીતે જહાનાબાદમાં આરજેડીએ 14220 વોટોથી આગળ છે.

 

2019ની સેમીફાઈનલ

ઉત્તર પ્રદેશ અને બિહારમાં યોજાયેલી લોકસભાની પેટાચૂંટણીમાં મતદાન ખુબ જ ઓછું થયું હતું. આ બેઠક પર યોજાયેલી ચૂંટણી 2019ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની પરિક્ષા માનવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ પેટાચૂંટણીને 2019ની લોકસભા ચૂંટણીનો પૂર્વાભ્યાસ ગણાવ્યો હતો. આ ચૂંટણીમાં ભાજપ, સપા અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીયો સંઘર્ષ પણ છે.

ભાજપ તરફથી ફૂલપુર બેઠક પર કૌશલેન્દ્ર સિંહ પટેલ અને ગોરખપુર બેઠક પરથી ઉપેન્દ્ર દત્ત શુલ્ક મેદાનમાં છે. જ્યારે આ બંને બેઠક પર સમાજવાદી પાર્ટીએ ક્રમશ: પરવીન નિષાદ અને નાગેન્દ્ર પ્રતાપ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે આ બંને બેઠકો પરથી ભાજપ અને સમાજવાદી પાર્ટી સામે ક્રમશ: મનીષ મિશ્ર અને સુરીથા કરીમને ઉભા કર્યાં છે.

નીતીશ કુમાર અને તેજસ્વી પ્રસાદની સાખ દાવ પર

બિહારમાં સત્તારૂઢ ભાજપ-જેડીયૂ ગઠબંધન અને વિપક્ષ રાજદ-કોંગ્રેસ ગઠબંધન અરરિયા લોકસભા બેઠક પર અને ભભુઆ અને જહાનાબાદ એમ બે વિધાનસભા ક્ષેત્રોમાં આમને સામને છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે ગત વર્ષે ગઠબંધન તોડીને ભાજપની આગેવાની એનડીએમાં શામેલ થયાં બાદ પ્રદેશમાં પહેલીવાર મતદાન થઈ રહ્યું છે.

ભાજપ અને આરજેડી વચ્ચે ટક્કર

અરરિયાથી રાજદ સાંસદ મોહમ્મદ તસ્લીમુદ્દીનના નિધન બાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ બેઠક પર મુખ્યરૂપે રાજદ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે. રાજદે તસ્લીમુદ્દીનના પુત્ર સરફરાઝ આલમને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપેએ પ્રદીપ સિંહ પર દાવ ખેલ્યો છે. પ્રદીપ સિંહ અહીંથી 2009માં ચૂંટણી જીત્યાં હતાં પરંતુઉ 2014માં તેમણે આ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો.

બિહારની ભભુઆ અને જહાનાબાદ પર મતદાન

બિહારના ભભુઆ અને જહાનાબાદ વિધાનસભા બેઠકો પર કરાવવામાં આવેલી પેટાચૂંટણીમાં ક્રમશ: 54.03 ટકા અને 50.06 ટકા મતદાન થયું હતું. અહીં બન્ને બેઠકો પર ધારાસભ્યોના નિધનને લઈને ચૂંટણી યોજાઈ છે. જહાનાબાદ બેઠક પર આરજેડીનો કબજો હતો અને ત્યાંથી દિવંગત ધારાસભ્ય મુંદ્રિકા યાદવના પુત્ર કૃષ્ણ યાદવને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભભુઆમાં ભાજપના દિવંગત ધારાસભ્ય આનંદ ભૂષણ પાંડેની પત્ની રિંકી રાનીને ટિકીટ આપવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશની લોકસભાની ફુલપુર બેઠક ભાજપે ગુમાવી છે અને સમાજવાદી પાર્ટીના નાગેન્દ્ર પટેલે ભાજપના કોશલેન્દ્ર પટેલને 59613 મતોથી હરાવ્યા છે. આ બેઠક પર ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મોર્ય અગાઉ જીત્યા હતાં. આ જ રીતે બિહારની અરરિયા બેઠક પણ રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)એ જીતી છે. ઉત્તર પ્રદેશની ગોરખપુર બેઠક પર ભાજપ પાછળ છે, જ્યારે બિહારના અરરિયા લોકસભા બેઠક પર રાજદના ઉમેદવારે ભાજપના પ્રદીપસિંહને હરાવ્યા છે. બિહારમાં જ જહાનાબાદ વિધાનસભા બેઠક રાજદના કૃષ્ણકુમાર મોહને જીતી છે અને ભાજપે ભભુવા વિધાનસભા બેઠક વિજય મેળવ્યો છે.