UP Cabinet Minister Kamala Rani Varun passes away in Lucknow
  • Home
  • Corona
  • ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રીનું કોરોનાથી મોત, CM આદિત્યનાથે અયોધ્યાની મુલાકાત કરી રદ

ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રીનું કોરોનાથી મોત, CM આદિત્યનાથે અયોધ્યાની મુલાકાત કરી રદ

 | 10:50 am IST

ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી કમલા વરૂણનું કોરોનાથી નિધન થયું છે. તેમનું આખું નામ કમલા રાણી વરૂણ હતું અને તેઓ યુપી વિધાનસભાના સભ્ય હતા. આની પહેલાં તેઓ સાંસદ પણ રહી ચૂકયા છે. કમલ વરૂણ યુપી સરકારમાં ટેકનિકલ એજ્યુકેશન મંત્રી હતા. કમલા વરૂણ કોરોનાથી સંક્રમિત હતા અને લખનઉની પીજીઆઇમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમના મોત બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમની અયોધ્યાની મુલાકાત રદ કરી છે.

કમલા રાની વરૂણ ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી હતા, કમલા રાની 18 જુલાઇના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. બાદમાં સારવાર માટે કેમને લખનઉ પીજીઆઇમાં દાખલ કરાયા હતા જ્યાં રવિવારે તેમનું નિધન થયું. કલમા વરૂણનો જન્મ 3મે 1958ના રોજ થયો હતો.

યુપીમાં કોરોનાના કેસ 36000ને પાર થયા
ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં શનિવાર સુધીમાં 24 કલાકમાં કોરોનાના 3840 નવા કેસ સામે આવ્યા છે. તો આ 24 કલાકમાં 47 લોકોના મોત થયા છે. હવે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 36037 સુધી પહોંચી ગઇ છે. અત્યાર સુધીમંકુલ 1677 લોકોના આ મહામારીના લીધે મોત થયા છે.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં સૌથી વધુ કેસ મળવાનો સિલસિલો યથાવત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન