UP : થિયેટર્સમાં રાષ્ટ્રગીત બાદ કુંભનું પ્રતિક બતાવવાનો યોગીનો આદેશ - Sandesh
  • Home
  • India
  • UP : થિયેટર્સમાં રાષ્ટ્રગીત બાદ કુંભનું પ્રતિક બતાવવાનો યોગીનો આદેશ

UP : થિયેટર્સમાં રાષ્ટ્રગીત બાદ કુંભનું પ્રતિક બતાવવાનો યોગીનો આદેશ

 | 4:24 pm IST

ઊત્તર પ્રદેશના થિયેટર્સમા હવે જલ્દી જ ફિલ્મ શરૂ હોતા પહેલા રાષ્ટ્રગીત તો વાગશે, સાથે જ કુંભ મેળાનું નવી પ્રતિક ચિન્હ (લોગો) પણ અનિવાર્ય રીતે બતાવવામાં આવશે. પ્રદેશના ટુરિઝમ વિભાગના પ્રમુખ સચિવ અવિનાશ અસ્થીએ જણાવ્યું કે, પ્રદેશના થિયેટર્સમાં રાષ્ટ્રગીતની બાદ કુંભ મેળાનો લોકો પણ પ્રદર્શિત કરવો પડશે. તેને જલ્દી જ અમલમાં લાવવામાં આવશે. આ કરવા પાછળનું કારણ લોકો આ ધાર્મિક આયોજનનું ઉદ્દેશ્ય અને મહ્ત્તવ જાણી શકે તે છે.

તેમણે જણાવ્યું કે, નવા લોગોમાં સ્વસ્તિક ચિન્હ બનાવેલું છે અને સાધુઓનું એક ગ્રૂપ પવિત્ર સંગમમાં સ્નાન કરતા દેખાઈ રહ્યું છે. આ નિર્ણય તમામ સરકારી પત્રોમા કુંભનો લોગો છાપ્યા ગયા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ લેવામાં આવ્યો હતો. કુંભ મેળામાં હાલમાં યુનેસ્કો વિશ્વની ધરોહરોના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. આ મેળો જાન્યુઆરી 2019માં આયોજિત કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વિશાળ ધાર્મિક કાર્યક્રમની પુખ્તા તૈયારીઓ કરવાનો આદેશ પહેલેથી જ જાહેર કરી દીધો છે.