દરેક મસ્જિદની અંદર મંદિર બનાવવા માટે સક્ષમ છે યોગી': ઉમર અબ્દુલ્લાનો કટાક્ષ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • દરેક મસ્જિદની અંદર મંદિર બનાવવા માટે સક્ષમ છે યોગી’: ઉમર અબ્દુલ્લાનો કટાક્ષ

દરેક મસ્જિદની અંદર મંદિર બનાવવા માટે સક્ષમ છે યોગી’: ઉમર અબ્દુલ્લાનો કટાક્ષ

 | 9:49 am IST

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના કાર્યકારી અધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર કટાક્ષ કરતા શનિવારે કહ્યું કે તેઓ દરેક મસ્જિદની અંદર મંદિર બનાવવા માટે સક્ષમ છે. યોગીમાં સમગ્ર દેશમાં અરાજકતા ફેલાવવાની ક્ષમતા છે. અબ્દુલ્લાએ એમ પણ કહ્યું કે “ભાજપે જેને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે તેઓ તેમની વાતોને અનુકૂળ નથી. યોગી આદિત્યનાથ એવા વ્યક્તિ છે જેઓ કોઈ પણ મસ્જિદની અંદર મંદિર બનાવી શકે છે. તેઓ દેશને ક્યારેય એક નહીં કરે પરંતુ જલ્દી તોડી જરૂર શકે છે. તો પછી જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ પણ તેમની સાથે હાથ કેમ મિલાવ્યો છે.”

કાશ્મીર ઘાટીમાં જારી હિંસાને લઈને અબ્દુલ્લાએ જણાવ્યું કે આ માટે પીડીપીને જવાબદાર ઠેરવવી જોઈએ. મહેબુબા મુફ્તી સ્થિતિઓમાં સુધાર લાવવાની જગ્યાએ ભાજપ સાથે પોતાની મિત્રતા મજબુત કરવાના કામમાં લાગ્યા છે. કાશ્મીરીઓએ 2016માં જે સહન કર્યું અને હવે જે સ્થિતિનો સામનો કરી રહ્યા છે તે સમજ અને અભિવ્યક્તિની મર્યાદાથી ઉપર છે. પીડીપીએ કાશ્મીરી યુવાઓની સામે દીવાલ ઊભી કરી દીધી છે અને હવે તેમને શાંતિ અને સન્માનથી જીવવાની તકો પણ આપવામાં આવી રહી નથી.

અબ્દુલ્લાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ-પીડીપીની જનવિરોધી નીતિઓના પગલે કાશ્મીરમાં અશાંતિની સ્થિતિ છે. હાલત એવા છે કે જેમાં ભય અને ઉત્પીડન સીવાય કશું જ નજરે ચડતું નથી. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે કાશ્મીર ઘાટીની સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે. ઘાટીના લોકો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે, આર્થિક ગતિવિધિઓ સંપૂર્ણ રીતે ઠપ છે સરકારની અસંવેદનશીલતાને પગલે લોકોમાં પ્રશાસન પ્રત્યે ખુબ નારાજગી પેદા થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન