ત્રિપુરામાં ભાજપ હારી રહી હતી પણ યોગીએ ખેલ્યો દાવ અને અપાવી જીત - Sandesh
  • Home
  • India
  • ત્રિપુરામાં ભાજપ હારી રહી હતી પણ યોગીએ ખેલ્યો દાવ અને અપાવી જીત

ત્રિપુરામાં ભાજપ હારી રહી હતી પણ યોગીએ ખેલ્યો દાવ અને અપાવી જીત

 | 3:57 pm IST

ત્રિપુરામાં વામપંથી સરકારને ઉખાડી ફેંકવામાં આખરે ભાજપ સફળ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ ત્રિપુરામાં રેલીઓ અને સભાઓ પણ કરી હતી. તેમ છતાં કહેવાતું હતું કે 25 વર્ષથી સાશન કરી રહેલી વામપંથી સરકારને સત્તામાંથી બહાર કરવી ભાજપ માટે આસાન નહીં હોય. કારણ કે 2013ની ચૂંટણીમાં ભાજપને અહીં એક પણ બેઠક મળી ન હતી.

જેના કારણે ભાજપે પોતાનું એક ટ્રંપ કાર્ડ ખેલ્યું. રાજકીય સૂત્રોના અનુંસાર ચૂંટનીના પ્રારંભીક સમયમાં ત્રિપુરા ભાજપના હાથમાંથી સરકી રહ્યું હતું. આ વાતને ધ્યાનમાં લઈને ભાજપ હાઈકમાંડે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ત્રિપુરાની ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતાં.

માનવામાં આવે છે કે યોગી અહીં ટ્રંપ કાર્ડ સાબિત થયા. યોગી ત્રિપુરામાં સ્ટાર પ્રચારક હતાં. જેનું એક કારણ એ પણ હતું કે ત્રિપુરામાં નાથ સંપ્રદાયના મંદિર અને અનુયાયિઓની સંખ્યા ખુબ જ વધારે છે. આંકડા પર નજર કરવામાં આવે તો ત્રિપુરામાં પછાત વર્ગની વસ્તી લગભગ 30 ટકા છે. આ ઉપરાંત ભાજપની રણનીતિ અન્ય હિંન્દુ સમુદાયને પોતાના તરફ ખેંચવાની હતી. જેમાં આખરે ભાજપ સફ્ળ રહી હતી.

ઉલ્લેખનીય છે કે ત્રિપુરામાં પછાત જાતીઓ માટે કોટા ન અથી. તેથી અનુયાયીઓ ઈચ્છતા હતાં કે પછાત જાતિને કોટા આપવામાં આવે. નાથ સંપ્રદાયના આ મુદ્દાને ધ્યાનમાં રાખે ભાજપે ત્રિપુરામાં યોગીને મેદાનમાં ઉતારવાનો દાવ ખેલ્યો હતો અને તે સફળ પણ રહ્યો હતો.