યુપીની કોલેજમાં બીએડની પરીક્ષામાં અમિતાભ બચ્ચન! - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • યુપીની કોલેજમાં બીએડની પરીક્ષામાં અમિતાભ બચ્ચન!

યુપીની કોલેજમાં બીએડની પરીક્ષામાં અમિતાભ બચ્ચન!

 | 1:01 am IST

હિન્દી સિનેજગતના અભિનેતા અમિતાભ બચ્ચન ગોંડાની વિશ્વવિદ્યાલયમાંથી બીએડની પરીક્ષા આપવા જઇ રહ્યા છે. આ ખબર ઝડપથી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહી છે. આ વાતની પુષ્ટી ત્યારે થઇ જ્યારે યુનિવર્સિટીએ અમિતાભનો ફોટો લાગેલું આઇડી કાર્ડ જાહેર કર્યું હતું. જ્યારે આ વાતની હકીકત સામે આવી ત્યારે સૌથી મોટી ગેરસમજ સામે આવી હતી. હકીકતમાં યુપીની ડોક્ટર રામ મનોહર લોહિયા અવધ વિશ્વવિદ્યાલયે અમિત ત્રિવેદી નામના વિદ્યાર્થીને એડમિટ કાર્ડ ઉપર અમિતાભ બચ્ચનનો ફોટો લગાવીને આપી દીધું હતું. હવે અમિતાભ સહિત તેના પરિવારને એ વાતની ચિંતા છે કે, ક્યાંક માર્કશીટ ઉપર પણ અમિતાભ બચ્ચનનો ફોટો ન આવી જાય. આ પહેલી વખત નથી કે એડમિટ કાર્ડ અથવા માર્કશીટ ઉપર કોઇ સેલિબ્રિટીનો ફોટો હોય. આ પહેલાં આગ્રા યુનિવર્સિટીએ આર્ટ્સના વિદ્યાર્થીની માર્કશીટ ઉપર સલમાન ખાનનો ફોટો લગાવીને આપી દીધો હતો.