NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • અખિલેશ માટે આ ચૂંટણી બની રહેશે અગ્નિપરિક્ષા

અખિલેશ માટે આ ચૂંટણી બની રહેશે અગ્નિપરિક્ષા

 | 6:07 pm IST

ઉત્તરપ્રદેશ રાજ્ય વિધાનસભામાં ચાલી રહેલી ચૂંટણી મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી(સપા) અધ્યક્ષ અખિલેશ યાદવ માટે કોઈ અગ્નિપરિક્ષાથી ઓછું  નથી. 25 વર્ષની ઉંમર પાર કરીને સપા હજી સુધી ચૂંટણી મુલાયમસિંહ યાદવની આગેવાનીમાં લડ્યા. આ પહેલી ચૂંટણી છે જેમાં અખિલેશ યાદવ પાર્ટીનો ચેહરો જ નહિં પણ માલિક પણ છે. પાર્ટીની હાર કે જીત બંનેની જવાબદારી એમની પર આવશે. રાજનૈતિક મામલામાં જાણકાર રાજેન્દ્ર સિંહનું કહેવું છે કે પોતાની સ્થાપના પછી ચાર વાર સૂબાની સત્તા સંભાળી ચૂકેલી સપાની બાગડોર હવે પૂરી રીતે અખિલેશ યાદવના હાથમાં છે. પાર્ટીએ જીતનો સેહરો એના માથે બાંધવામાં આવશે પણ જો હાર થઈ તો તેનું ઠીકરું પણ તેના જ માથા પર ફોડવામાં આવશે. તેથી તેમના માટે આ ચૂંટણી અગ્નિપરિક્ષાથી કમ નથી.

મુખ્યમંત્રીને બહારથી વધું પોતાના પરિવારથી ખતરો
સામાજિક વિશ્લેષક રમાશંકર અગ્નિહોત્રી કહે છે કે મુખ્યમંત્રીને બહારનાથી વધારે પોતાના જ પરિવારથી ખતરો છે. પાર્ટીની વર્તમાન ઘટનાઓ પર નજર નાંખો તો એમના ટાંટિયાખેંચ કરવામાં ઘરવાળા જ લાગ્યા છે. પાર્ટી સંસ્થાપક અને મુખ્યમંત્રીના પિતા મુલાયમસિંહ યાદવે અનુજ શિવપાલસિંહ યાદવ અને નાની વહૂ અરર્ણા યાદવના ક્ષેત્રો સિવાય ક્યાંય પ્રચાર નથી કર્યો. પહેલાં અને બીજા ચરણમાં તે પ્રચાર માટે નિકળ્યા જ નહિં. સપા સંસ્થાપકની મુસ્લિમોમાં સારી સ્થિતિ માનવામાં આવી રહી છે. પહેલા અને બીજા ચરણવાળા ચૂંટણી ક્ષેત્રોમાં મુસ્લિમ મતદાતાઓની સંખ્યા વધું હતી. તેમનું માનવું છે કે જો મુલાયમ સિંહ યાદવ પહેલા અને બીજા ચરણમાં ચૂંટણી વાળા ક્ષેત્રોમાં નિકળ્યા હોત તો સપાના પક્ષમાં સ્થિતિ વધું સારી થઈ શકતી હતી.

પાર્ટીએ ઝંઝાવાતોમાં મળેલી જીતથી અખિલેશ યાદવની રાજનૈતિક છબિ મજબૂત
મુલાયમસિંહ યાદવના મુખ્યમંત્રી તરીકેના સમયગાળામાં અયોધ્યામાં 30 ઓક્ટોબર અને 2જી નવેમ્બર 1990ના રોજ ચાલેલી ગોળીએ તેમના પ્રતિ મુસલમાનોમાં વિશ્વાસ વધાર્યો હતો. એનો લાભ પણ તેમને દરેક ચૂંટણીમાં મળતો રહ્યો. પણ આ વખતે તમના પ્રચારમાં નહી બરાબર નિકળવું ખાસ કરીને મુસ્લિમ મતદાતાઓ પર ફરક પેદા કરી શકે છે. 6 મહિનાથી વધું ચાલેલા પારિવારિક ઝગડા અને પક્ષના ઝંઝાવાતોથી મળેલી જીતથી અખિલેશ યાદવની રાજનૈતિક છબી મજબૂત, દૃઢનિશ્રયી બનીને ઉભરી છે. પણ પારિવારિક લડાઈ પછી તરત જ થઈ રહેલી આ ચૂંટણીના પરિણામ તેમના રાજનૈતિક ભવિષ્ય માટે ભારે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.