સરકારી બંગલામાં તોડફોડ મામલે અખિલેશ નળ લઇ પહોંચ્યાને, કહ્યું- BJPનું ષડયંત્ર - Sandesh
  • Home
  • Featured
  • સરકારી બંગલામાં તોડફોડ મામલે અખિલેશ નળ લઇ પહોંચ્યાને, કહ્યું- BJPનું ષડયંત્ર

સરકારી બંગલામાં તોડફોડ મામલે અખિલેશ નળ લઇ પહોંચ્યાને, કહ્યું- BJPનું ષડયંત્ર

 | 1:54 pm IST

બંગલા વિવાદ પર ચારેબાજુથી ઘેરાયેલા સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે જવાબ આપતા ભાજપ પર નિશાન સાંધ્યું છે. તેમણે કહ્યું કે બંગાલમાં કોઇ તોડફોડ કરાઇ નથી અને ન તો કોઇપણ પ્રકારનું નુકસાન પહોંચાડાયું છે. તેમણે કહ્યું કે આ બંગલામાંથી તેઓ વસ્તુ નીકાળીને લઇ આવ્યા છે જે તેઓ પોતે લાવ્યા હતા. સાથો સાથ કહ્યું કે મીડિયામાં ખોટી તસવીરો દેખાડાઈ.

અખિલેશ પત્રકાર પરિષદમાં પાણીના નળ લઇને પહોંચ્યો હતો. તેમણે કહ્યું કે હું નળ લઇન આવ્યો છું. હું બધા જ નળને પાછા આપવા માટે તૈયાર છું. આ ઘરને મેં મારી પસંદ પ્રમાણે પૈસા ખર્ચી બનાવ્યું હતું. તેમણે કહ્યું કે બંગલામાં જે વસ્તુઓ જેવી મળી તેવી જ હતી એવી ને એવી જ છે. ઇવેંટ્રી ચેક કરી લો બધું જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. તેમણે બંગલામાં સ્વિમિંગ પુલ હોવાની વાતને ધડમાથાથી નકારી કાઢી. તેમણે કહ્યું કે સરકાર કાગળો પર ચાલે છે વાતો પર નહીં. મારા ઘરમાં 1000 બાળકો આવી ચૂકયા છે તેમની પાસેથી જાણી લો કે તેમણે ત્યાં સ્વીમિંગ પુલ જોયો હતો.

‘ખૂબ જ નાના દિલવાળી સરકાર છે’
ભાજપ પર નિશાન સાંધતા અખિલેશે કહ્યું કે આ નાના દિલની સરકાર છે જે મેટ્રોના ઉદ્ઘાટન પર જાય છે અને અગાઉની સરકારને શ્રેય આપવાનું ભૂલી જાય છે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપ ગઠબંધન (સપા-બસપા)થી ડરેલી છે. સાથો સાથે પેટાચૂંટણીમાં મળેલ હારથી ગિન્નાયને આવા કામ કરી રહી છે. આપને જણાવી દઇએ કે અખિલેશે સરકારી બંગલો ખાલી કર્યા બાદ એવી તસવીરો સામે આવી હતી જેમાં ઘરની અંદર તોડફોડ દેખાય રહી હતી. તેના લીધે તેની મીડિયા અને રાજકીય વર્તુળોમાં ધજાગરા થયા છે.

‘રાજયપાલની અંદર સંવિધાન નથી, આરએસએસની આત્મા છે’
તેમણે કહ્યું કે મીડિયા પહેલાં એ અધિકારીઓના નામ બતાવે જે સીએમના ગયા પહેલાં ત્યાં પહોંચ્યા હતા. અખિલેશે રાજ્યપાલ પર પણ નિશાન સાંધતા કહ્યું કે રાજ્યપાલની અંદર સંવિધાન નથી, આરએસએસની આત્મા છે. અખિલેશે કહ્યું કે હવે સમાજવાદી કાર્યકર્તા દેશના નવા પીએમ બનાવશે.

‘મંદિરની તસવીરો તમને ના દેખાડી’
અખિલેશે ફોટોજર્નાલિસ્ટ્સ પર નિશાન સાંધતા કહ્યું કે હું પણ સારી તસવીરો ખેંચી લઉ છું અને બંગલાની એવી તસવીરો ખેંચીશ કે લોકોને દાઝ થશે. મેં બંગલાની અંદર મંદિર પણ બનાવ્યું છે, તેને દેખાડવામાં આવ્યું નહીં. ભાજપ પર નિશાન સાંધતા તેમણે કહ્યું કે નફરત અને દાઝની આગમાં આંધળા થઇ ગયા, તેમણે સ્વિમિંગ પુલ દેખાઇ રહ્યો છે.

અખિલેશને નોટિસ મોકલવાની તૈયારીમાં સંપત્તિ વિભાગ
આ બધાની વચ્ચે યુપીનો રાજ્ય સંપત્તિ વિભાગ અખિલેશ યાદવને ચાર વિક્રમાદિત્ય માર્ગના બંગલામાં થયેલ તોડફોડ માટે તેમને નોટિસ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. રાજ્ય સંપત્તિ વિભાગના પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે બંગલામાં તોડફોડ કરાઇ છે. આ રિપોર્ટ મુખ્યમંત્રી કાર્યાલયને મોકલાયો છે. નુકસાન કેટલું થયું છે, તેની આકરણી કરવા માટે લોક નિર્માણ વિભાગની મદદ લેવાશે.

રાજ્ય સંપત્તિ વિભાગના રિપોર્ટમાં સામે આવ્યું છેકે અખિલેશના બંગલામાં છતથી લઇ કીચન, બાથરૂમ, અને લૉન સુદ્ધાનો સામાન કાઢી લીધો. કેટલીય જગ્યાએ ફાલ સીલિંગ તોડીને વીજળીનો સામાન નીકાળી લીધો અને કેટલીક જગ્યાએ બાથરૂમનાં ફીટિંગ, એસીના સ્વિચ બોર્ડ, કિચનમાં સિંક અને નળ, બાથરૂમના નળ અને લૉનમાં લગાવેલ બેન્ચ સુદ્ધાં નીકાળી લીધું છે. બંગલામાં બનાવેલ જિમ, સ્પોર્ટ કોમ્પલેક્સ, સ્વિમિંગ પુલ, સાઇકલ ટ્રેક સુદ્ધાં તોડી નાંખ્યો.

રામ નાઇકે સીએમ યોગીને લખ્યો પત્ર, યોગ્ય કાર્યવાહી કરો
બીજીબાજુ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઇકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને કહ્યું છે કે અખિલેશ યાદવ દ્વારા બંગલો ખાલી કરાવતા પહેલાં થયેલ તોડફોડના કિસ્સામાં યોગ્ય કાર્યવાહી થવી જોઇએ. તેમણે લખ્યું કે 4 વિક્રમાદિત્ય માર્ગ પર ફાળવાયેલ ઘરને ખાલી કરતાં પહેલાં તેમાં કરાયેલ તોડફોડનો મામલો મીડિયા અને જનમાનસમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ એક અનુચિત અને ગંભીર મામલો છે.