રેલવેએ આપી 1000 વર્ષ પછીની ટિકિટ પછી જાણો શું થયું ??? - Sandesh
NIFTY 10,808.05 -48.65  |  SENSEX 35,599.82 +-139.34  |  USD 67.6550 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • રેલવેએ આપી 1000 વર્ષ પછીની ટિકિટ પછી જાણો શું થયું ???

રેલવેએ આપી 1000 વર્ષ પછીની ટિકિટ પછી જાણો શું થયું ???

 | 3:59 pm IST

ભારતીય રેલવે પર સહારનપુરમાં એક ગ્રાહકે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે, જેના પર ખોટી તારીખ હોવના કારણે રેલવે પર દંડ લગાવ્યો છે. વાસ્તવમાં 2013માં વિષ્ણુકાંત શુક્લાએ 2013માં પોતાના મિત્રને ઘરે જતાં હતો ત્યારે સહારનપુરથી જયપુરની ટિકટ લીધી હતી.

આ ટિકિટ પર 2013ના સ્થાને 1000 વર્ષ આગળની એટલે કે 3013ની તારીખ લખી હતી. જ્યારે ટ્રેનમાં શુક્લાની ટિકિટ ટીસીએ ચેક કરી અને ટીસીએ મજાક કરી અને 800 રૂપિયા દંડ લગાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં તેને મુરાદાબાદ સ્ટેશન પર ઉતારી દીધો હતો.

આ વાત પર શુક્લાને ઘણો જ ગુસ્સો આવ્યો હતો. વાસ્તવમાં શુક્લા પોતાના પત્નીના અવસાન થયું હતું તેમાં જઈ રહ્યો હતો. તેમજ તેના ઘરે તેનું પહોંચવું ખૂબ જ જરૂરી હતું.

સહારનપુર પહોંચ્યા પછી શુક્લાએ રેલવે વિરૂધ્ધ કન્ઝયમૂર કોર્ટમાં જઈને ફરિયાદ કરી હતી. જેનો ચુકાદો આવવામાં પણ 5 વર્ષ જેટલો સમય લાગી ગયો હતો. કોર્ટે શુક્લના પક્ષમાં ચુકાદો આપ્યો. જેમાં કોર્ટે રેલવેને 10 હજાર રૂપિયાનો દંડ અને 3 હજાર રૂપિયાનું વળતર ચુકવવા માટે આદેશ આપ્યો છે.