UP Jamuna Nishad Family Joined SP and Quit BJP
  • Home
  • Election 2019
  • ગોરખપુરમાં BJPને ઝાટકો, નિષાદોના કદાવર નેતા પરિવાર સાથે સાઇકલ પર સવાર

ગોરખપુરમાં BJPને ઝાટકો, નિષાદોના કદાવર નેતા પરિવાર સાથે સાઇકલ પર સવાર

 | 10:36 pm IST

યુપીમાં ભારતીય જનતા પાર્ટી(બીજેપી) માટે રાજકીય સમીકરણ સતત બદલાઈ રહ્યા છે. જ્યાં યુપી સીએમ યોગી આદિત્યનાથે ગોરખપુર બેઠકથી પેટા ચૂંટણી જીતનાર સમાજવાદી પાર્ટી(સપા)ના પ્રવીણ નિષાદ અને તેમના પિતા સંજય નિષાદને બાજેપીમાં સામેલ કર્યા છે. ત્યારે બીજી તરફ નિષાદ સમુદાયના બીજા કદાવર નેતા રાજમતિ નિષાદ અને તેમના દિકરા અમરેન્દ્ર નિષાદે બીજેપીને અલવિદા કહી સપામાં ઘર વાપસી કરી છે. આનાથી યાગી આદિત્યનાથનું બનતું જાતીય સમીકરણ એકવાર ફરી બગડ્યું છે. જ્યારે મા-બેટાએ દોઢ મહિના પહેલા જ માર્ચ 2019માં સપાને છોડી બીજેપીનો હાથ પકડ્યો હતો.

લખનૌમાં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની હાજરીમાં બીજેપીના મચ્છલી શહેર સંસદીય બેઠકથી સાંસદ રામચરિત્ર નિષાદ, રાજમતિ નિષાદ, ભૂતપૂર્વ પ્રધાન અમરેન્દ્ર નિષાદ સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા. પૂર્વ ધારાસભ્ય રાજમતી નિષાદના પતિ સ્વર્ગીય જમુના નિષાદ ગોરખપુરના કદાવર નેતાઓમાંથી એક હતા. આ જ કારણ છે કે તેમના પરિવારનું ગોરખપુરના રાજકારણમાં રાજનીતિક વર્ચસ્વ હાલ પર યથાવત છે. જોકે આ પરિવારનો બીજેપી સાથે સંબંધ 23 વર્ષ જનો છે. 1996માં જમુના પ્રસાદ નિષાદે બીજેપીની ટિકિટથી પિપરાઇચથી ધારાસભ્યની ચૂંટણી લડી હતી.

પરંતુ હાર બાદ તેમને બીજેપી છોડી સપાનો હાથ પકડ્યો હતો. ત્યાર બાદ તેઓ બીજેપીના યોગી આદિત્યનાથ સામે ચૂંટણી લડી સતત પડકાર આપતા હતા. જમુના પ્રસાદ બાદ તેમના પત્ની પિપરાઇસ બેઠકથી 2011 અને 2012માં પેટી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. ત્યાર બાદ સપાએ 2014માં રાજમતિને ગોરખપુર બેઠકથી યોગી આદિત્યનાથ સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા પરંતુ તેઓ હારી ગયા. તેના પછી 2017માં તેમને દીકરા અમરેન્દ્રને યોગી સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા પરંતુ સપાનો આ દાવ પણ નિષ્ફળ રહ્યો અને અમરેન્દ્ર ચૂંટણી હારી ગયા.

તમને જણાવી દઈએ કે આ બેઠકથી નિષાદ સમુદાયના વોટર વધુ છે. ગોરખપુર બેઠક પર લગભગ 3.5 લાખ નિષાદ જાતિના લોકો છે. ત્યાર બાદ યાદવ અને દલિત વોટર્સની સંખ્યા છે. 2 લાખ લગભગ બ્રાહ્મણ મતદાતા છે. ઉપરાંત લગભગ 13 ટકા મુસ્લિમ વોટર્સ છે. સપા ઉમેદવાર રામભુઆલ નિષાદ જો દલિત, મુસ્મિલ, યાદવ અને નિષાદ વોટરને એકત્ર કરવામાં કામયાબ થયા તો બીજેપી માટે આ બેઠક પર વાપસી કરવી સરળ નહીં બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન