up-police-officers-showers-rose-petals-on-kanwariayas-from-chopper
  • Home
  • Featured
  • ઉ.પ્રદેશ સરકારે પોલીસ અધિકારી પાસે કરાવ્યું કંઈક આવું કામ, જુઓ વીડિયો

ઉ.પ્રદેશ સરકારે પોલીસ અધિકારી પાસે કરાવ્યું કંઈક આવું કામ, જુઓ વીડિયો

 | 8:10 pm IST

સુરક્ષા સ્થિતિનું નિરિક્ષણ કરવા માટે હવાઈ યાત્રા પર નીકળેલા ઉત્તર પ્રદેશના એક વરિષ્ઠ પોલીસ અધિકારીની ભારે ટીકા થઈ રહી છે. વાસ્તવમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી કાવડિયા પર ગુલાબના ફૂલોની પાંખડીઓ નખવાના કારણે નવો વિવાદ શરૂ થયો છે. આ ઘટનાને ટેક્સ ભરનારના પૈસાનો દૂરપયોગ ગણાવ્યો છે. જેનો એક વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં મેરઠ ઝોનના પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમાર બુધવારે હેલિકોપ્ટરમાં નીકળ્યા હતા અને તેમને કાવડિયાઓ પર ફૂલ વરસાવ્યા હતા. તેમની સાથે કમિશ્નર ચંદ્રપ્રકાશ ત્રિપાઠી પણ હાજર હતા.

પોલીસે તેને સામાન્ય PR ઘટના ગણાવી છે. પરંતુ લોકો સોશ્યિલ મીડિયા પર તેના પર નારાજગી વ્યકત કરી રહ્યા છે. કેટલાંક લોકોનું માનવું છે કે ભીડને દૂર કરવાના બદલે પોલીસ હવામાં નિરિક્ષણ કરી રહ્યું છે, જે કેટલા અંશે વ્યાજબી છે. આ ઘટના પર ઘણાં સવાલો ઊઠી રહ્યા છે.