યુપીની શાળાએ ‘ભારત માતાની જય’ બોલનાર વિદ્યાર્થીઓને સજા ફટકારી - Sandesh
  • Home
  • India
  • યુપીની શાળાએ ‘ભારત માતાની જય’ બોલનાર વિદ્યાર્થીઓને સજા ફટકારી

યુપીની શાળાએ ‘ભારત માતાની જય’ બોલનાર વિદ્યાર્થીઓને સજા ફટકારી

 | 7:28 pm IST

યુપીના બલિયાની એક સરકારી શાળામાં ભારત માતાની જય બોલવા પર પાબંદી છે. જો કોઈ વિદ્યાર્થી ભારત માતાની જય બોલે તો તેને સજા તરીકે કૂકડો બનાવવામાં આવે છે. એક સામાજિક સંસ્થાની શાળાની મુલાકાત બાદ આ ખુલાસો થયો હતો.

બલિયાના બેલ્થરારોડ નગર માલગોદામ સ્થિત ઇન્ટર કોલેજના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાય્ઇરલ થયાં હતા. માનસ મંદિર નામની સંસ્થાના કમિટી મેનેજર શિવ કુમાર જયસ્વાલે કહ્યું કે શાળાની મુલાકાત દરમિયાન કેટલાક છોકરાઓએ અમને એવું જણાવ્યું કે ભારત માતાની જય બોલવાથી અમને સજા કરવામાં આવે છે.

શાળાના શિક્ષક સંજય પાન્ડેએ પણ આ વાતને સાચી ગણાવતાં કહ્યું કે દેશમાં દેશભક્તિનો નારો બોલનાર છોકરાઓને હેરાન કરવામાં આવે છે. જો સ્કુલમાં કોઈ છોકરો ભૂલથી રાષ્ટ્રગાન બાદ ભારત માતાની જય બોલે તો તેને પગના અંગૂઠા પકડીને ઊભો રાખવાની સજા આપવામાં આવે છે.

સંજયે એવો આક્ષેપ કર્યો કે સ્કૂલમાં મોટાભાગના મુસ્લિમ શિક્ષકો હોવાને કારણે છોકરાઓને આવી સજા કરવામાં આવે છે. થોડા સમય પહેલાં એક વિદ્યાર્થીએ ભારત માતાની જય બોલી હતી આથી શિક્ષક જાવેદ અખ્તરે તેને કલાકો સુધી તડકામાં ઊભો રાખ્યો હતો. બીજા એક વિદ્યાર્થીએ પ્રાર્થના દરમિયાન ભારત માતાની જય બોલી હતી તો તેને ક્લાસમાં પગના અંગૂઠા પકડીને ઊભો રાખવામાં આવ્યો હતો. ગત થોડા મહિનાઓથી લગાતાર આવું થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન