NIFTY 10,053.10 +68.30  |  SENSEX 32,044.82 +210.83  |  USD 65.0750 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • The End એક એવી ગુજરાતી ફિલ્મ જે તમને બનાવી દેશે મેચ્યોર

The End એક એવી ગુજરાતી ફિલ્મ જે તમને બનાવી દેશે મેચ્યોર

 | 2:25 pm IST

આમ તો ગુજરાતી ફિલ્મો જોવા માટે દર્શકો મળતા નથી તો વળી ગુજરાતી ફિલ્મ પરંપરાગત રીતે તેમાં ઈમોશનલ ડ્રામા અને હાલમાં આવતી ઘણી ફિલ્મોમાં ડબલ મીનિંગ સિવાય બીજું કઈ હોતું નથી, એવી દ્રઢ માન્યતા લોકોમાં ઘર કરી ગઈ છે. ગુજરાતી પ્રોડ્યુસર અને ડિરેક્ટર દ્વારા ગુજરાતી ભાષામાં એક અનોખી જ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.

હાલમાં સારી એવી ગુજરાતી ફિલ્મો બની રહી છે. તેમાં થોડા પાછળ જઈએ તો ‘છેલ્લો દિવસ’ અને ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટે’ ધૂમ મચાવી દીધી હતી. જોકે, 20 નવેમ્બરે આવી રહેલ The End નામની ફિલ્મ તમારા મન પર ઉંડી અસર છોડી શકે છે. આ ફિલ્મનું ટાઈટલ ભલે ‘ધ એન્ડ’ હોય પરંતુ આ ફિલ્મ થ્રી ઈડીયટ્સની જેમ તમારા મસ્તિકમાં રહેશે અને ક્યારેય તે મેમરીનો એન્ડ થશે નહી. જોકે આ ફિલ્મ પાસેથી તમને થ્રી ઈડીયટ્સ જેવું જ્ઞાન નહી પરંતુ તેનાથી એકદમ અલગ જ બોધપાઠ મળશે. ઘણી વાર તમારી નાની એવી ભૂલ આખા જીવનને ધૂળધાણી કરી નાંખે છે, તેવામાં આ ફિલ્મથી તમારા જીવન દરમિયાન બનતી નાની-મોટી ઘટનાઓ આગળ ચાલીને તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે કે, નહી તે સમજવાની શક્તિ તમારામાં આવી જશે. જોકે, તેનાથી આગળ કહું તો આ એક એવી ગુજરાતી ફિલ્મ છે જે તમને જીવનને સાચા અર્થમાં જોવાની નજર આપી દેશે.

આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે, જેની સ્ટોરી વર્તમાનમાં ચાલી રહેલી સમસ્યા ‘રેગિંગ’ને લઈને બનાવવામાં આવી છે. પરંતુ તેની સ્ટોરી સસ્પેન્સ અને થ્રીલરથી ભરપૂર છે. તે ઉપરાંત આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે, જેમાં ફિમેલ રોલને મહત્વની ભૂમિકા આપવામાં આવી છે. આ ફિલ્મ વર્તમાનમાં ચાલી રહેલ રેગિંગની સમસ્યા કેટલી ગંભીર છે અને તેને લઈને દર્શાવે છે. પરંતુ ઘણા બધા પાસાઓને પોતામાં આવરી લે છે. આ ફિલ્મમાં ઘણા બધા અલગ-અલગ રોલના પાત્રો જોવા મળશે, જેઓ તમને ફિલ્મના અંત સુધીમાં બાંધીને રાખશે.

રેગિંગ એક ગંભીર ગુન્હો અને સમસ્યા છે, જોકે વિદ્યાર્થી જીવનમાં ઓછી સમજણના કારણે કે, અન્ય કારણોસર રેગિંગની ઘટનાઓ બનતી રહે છે. તેવામાં માતા-પિતાએ આ ફિલ્મ પોતાના બાળકના સાથે થિયેટરમાં જોવા જવું જોઈએ અથવા માતા-પિતાએ આ ફિલ્મ ચોક્કસ રીતે બાળકને જોવાની સલાહ આપવી જોઈએ. તે ઉપરાંત યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ બતાવવી જોઈએ. આ એક એવી ફિલ્મ છે, જે તમે ફેમીલી સાથે બેસીને જોઈ શકો છો.

THE END એક સસ્પેન્સ ફિલ્મ છે, જે તમને ફિલ્મ દરમિયાન પણ વિચારતા માટે મજબૂર કરી દેશે. ફિલ્મની પ્રોડ્યુસર અને મેન એક્ટ્રેસ પ્રાંજલ ભટ્ટે સંદેશને આપેલા ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે, આ ફિલ્મમાં એક એવી સમસ્યાને દર્શાવવામાં આવી છે, જેને આજ સુધી હિન્દી ફિલ્મોમાં પણ દર્શાવી નથી. તેમના જણાવ્યા અનુસાર બોલીવૂડની ફિલ્મ જ કંઈક નવું આપી શકે છે તેવું નથી, આ ફિલ્મ દર્શકોને એક નવો જ અનુભવ આપશે, જે તેમને લાંબા સમય સુધી યાદ રહશે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થઈ શકે છે.

આ ફિલ્મમાં પ્રાંજલ ભટ્ટ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. તે ઉપરાંત કરણ ભાવસાર, રોનક પંડ્યા, રોહન પટેલ, ચિંતન દવે અને વિકાસ કામ કરી રહ્યાં છે.