Update Your Facebook Messenger To Secure your Chats
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જો તમે ફેસબુક મેસેન્જરમાં ચેટિંગ કરો છો તો સાવધાન, સામે આવી આ ચોંકાવનારી વિગત

જો તમે ફેસબુક મેસેન્જરમાં ચેટિંગ કરો છો તો સાવધાન, સામે આવી આ ચોંકાવનારી વિગત

 | 3:03 pm IST

જો તમે પણ ફેસબુક મેસેન્જર (Facebook Messenger) દ્વારા ચેટિંગનો ઉપયોગ કરો છો તો આ ખબર તમારા માટે ખુબ જરૂરી છે. ફેસબુક મેસેન્જર એપમાં એક એવું બગ સામે આવ્યું છે કે જેનો ફાયદો ઉઠાવીને કોઈપણ હેકર તમારી જાસૂસી કરી શકે છે. આ બગ ફેસબુક મેસેન્જરના વીડિયો અને ઓડિયો કોલને પ્રભાવિત કરનારું છે. જો કે આ બગમાં ફક્ત એન્ડ્રોઈડ યુઝર્સ જ પ્રભાવિત થાય છે.

ફેસબુક મેસેન્જરના આ ભૂલની જાણ ગુગલ પ્રોજેક્ટ ઝીરોની સિક્યોરિટી રિસર્ચર નતાલી સિલ્વાનોવિચ (Natalie Silvanovich) દ્વારા કરવામાં આવી છે. નતાલીના જણાવ્યા અનુસાર આ ખામી ફેસબુક મેસેન્જર એપ્લિકેશનની WebRTCમાં છે. WebRTC એ એક પ્રોટોકોલ છે જેના દ્વારા એપ્લિકેશનમાં વીડિયો અને ઓડિયો કોલિંગ કરવામાં આવે છે.

સામાન્ય રીતે જ્યારે તમે કોઈની સાથે વાત કરવાનો પ્રયાસ કરો છો ત્યાં સુધી કોલ રિસીવ થતો નથી અને ત્યાં સુધી ટ્રાન્સમિશન શરૂ થતું નથી. પરંતુ આ ખામીને કારણે ટ્રાન્સમિશન પહેલાંથી જ શરૂ થઈ ગયું હતું. જો કે ફેસબુકે હવે આ ભૂલને ઠીક કરી દીધી છે. હવે તમે તમારી એપ્લિકેશનને અપડેટ કરીને તમારી ચેટ અને કોલિંગને સુરક્ષિત કરી શકો છો.

આ વીડિયો પણ જુઓઃ સુરતમાં TRB જવાન અને યુવક વચ્ચે બબાલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન