NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • હજી સુધી દિવાળી વેકેશનમાં ફરવાનું પ્લાનિંગ ન કર્યું તો હવે કરતા પણ નહીં કારણ કે…

હજી સુધી દિવાળી વેકેશનમાં ફરવાનું પ્લાનિંગ ન કર્યું તો હવે કરતા પણ નહીં કારણ કે…

 | 3:02 pm IST

હવે દિવાળીના આગમનને ગણતરીના દિવસોની વાર છે ત્યારે મોટાભાગના લોકોએ પોતાનું દિવાળી વેકેશન પ્લાન કરી લીધું છે. જો તમે આવું કોઈ પ્લાનિંગ ન કર્યું હોય તો હવે કરતા પણ નહીં કારણ કે તહેવારોની સીઝન અને વેકેશનને કારણે ઈકોનોમી ક્લાસની હવાઈયાત્રાના ભાવ આસમાને પહોંચ્યા છે.

જો તમે એડવાન્સ બુકિંગ નથી કરાવ્યું અને તાત્કાલિક બુકિંગ કરાવવાના છો તો વધારે ખર્ચો કરવાની તૈયારી રાખશો. કારણકે 17મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધી લગભગ દરેક જગ્યાની ફ્લાઈટની ટિકિટ 35 ટકા વધી ગઈ છે. પર્યટન સ્થળો અને પર્યટન સ્થળોને કનેક્ટ કરતા સ્થળોની ટિકિટની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે. હકીકતમાં તહેવારોની સીઝનમાં પ્રવાસીઓની સંખ્યા ઘણી વધી જાય છે. આ સિવાય ઘણાં ટિકિટ એજન્ટ્સ જથ્થાબંધ ટિકિટ ખરીદી લે છે.

હાલમાં વેકેશનને ધ્યાનમાં રાખીને ગોવા, બેંગ્લોર, મુંબઈ જેવા સ્થળોની ટિકિટોના ભાવ ઘણાં વધી ગયા છે. છેલ્લી ઘડીએ વધેલા ભાવને કારણે ઘણાં લોકોએ આના કારણે પોતાના ટ્રાવેલ પ્લાન્સ બદલ્યા છે અને રોડ ટ્રિપના ઓપ્શન તરફ વળ્યા છે.