ઉપલેટા: ઉઘરાણી માટે આવેલા હુમલાખોરોએ મહિલાના કપડા ફાડી નાંખ્યા અને... - Sandesh
  • Home
  • Gujarat
  • ઉપલેટા: ઉઘરાણી માટે આવેલા હુમલાખોરોએ મહિલાના કપડા ફાડી નાંખ્યા અને…

ઉપલેટા: ઉઘરાણી માટે આવેલા હુમલાખોરોએ મહિલાના કપડા ફાડી નાંખ્યા અને…

 | 9:09 pm IST

ઉપલેટાના મોટા ફળીયા વિસ્તારમાં મહારાષ્ટ્રના ધુલીયાની મહિલા પર છ મુસ્લિમ શખ્સોએ નિર્લજ્જ હુમલો કરીને કપડા ફાડી નાખ્યાની ફરિયાદ પોલીસે તમામ હુમલાખોરોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહારાષ્ટ્રના ધુલીયાના માલેગાંવ રોડ પર રહેતા નીશાબેન નંદલાલ અગ્રવાલ નામના મહિલા પર આસીફ જાવીદભાઈ ધરાર, જાવીદભાઈ ધરાર, આસીફ જાવીદભાઈ ધરાર, નિઝમ ફરીદભાઈ, શબ્બીર, યાસીન અને રઉફ લાલાએ કપડા ફાડી નાખી માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવેલ છે કે ઉપલેટાના શખ્સોને તેમના દ્વારા પ્લાસ્ટિકની થેલીઓ સપ્લાઈ કરી હતી અને તેના રૂપિયા 1 લાખ લેવાના નીકળતા હતા તેની ઉઘરાણી માટે તેઓ ઉપલેટા આવ્યા હતા. ઉપલેટાના મોટાફળીયા વિસ્તારમાં નીશાબેન ઉઘરાણી માટે ગયા હતા ત્યારે જહીર જાવીદભાઈ ધરાર અને તેના છ જેટલા સાગરિતોએ ઝપાઝપી કરી પકડા ફાડી નાખી માર માર્યા હતો