રાજકોટમાં ઉપલેટાની વૃદ્ધ મહિલાનું સ્વાઇન ફ્લૂથી થયું મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજકોટમાં ઉપલેટાની વૃદ્ધ મહિલાનું સ્વાઇન ફ્લૂથી થયું મોત

રાજકોટમાં ઉપલેટાની વૃદ્ધ મહિલાનું સ્વાઇન ફ્લૂથી થયું મોત

 | 6:29 pm IST
  • Share

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મિશ્ર વાતાવરણને પગલે ધીમા પગલે સ્વાઈન ફલૂની ગંભીર બિમારીએ દેખા દીધી છે. ત્યારે રાજકોટમાં સારવાર લઈ રહેલા ઉપલેટાના ખારચીયા ગામના વૃધ્ધાએ આજે સવારે ચાલુ સારવારમાં દમ તોડતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી પ્રમાણે વૃદ્ધાને છ દિવસ પહેલા સ્વાઈન ફલૂની શંકાએ રાજકોટની સિવિલ હોસ્પિટલનાં સ્પેશ્યિલ વોર્ડમાં દાખલ કર્યા હતા. દરમિયાન તેમનો રિપોર્ટ પોઝિટીવ આવતા સારવાર સઘન કરવામાં આવી હતી. પરંતુ તે સારવાર કારગત નિવડી ન હતી. વધુ એક સ્વાઈન ફલૂના પોઝિટીવ દર્દીના મોતથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. હાલ રાજકોટમાં બે પોઝિટીવ દર્દી સારવારમાં હોવાનું તેમજ ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં રાજકોટ, અમરેલીના મળી કુલ ૭ના સ્વાઈન ફલૂથી મોત નિપજયાંનું સુત્રોએ જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન